રાજકોટ મનપામાં 'વેરા ક્રાંતિ': ઓનલાઈન ટેક્સ ભરનાર પોણા ૩ લાખ કરદાતાઓએ 6 મહિનામાં ₹ 186 કરોડ ઠાલવ્યા! | મુંબઈ સમાચાર
રાજકોટ

રાજકોટ મનપામાં ‘વેરા ક્રાંતિ’: ઓનલાઈન ટેક્સ ભરનાર પોણા ૩ લાખ કરદાતાઓએ 6 મહિનામાં ₹ 186 કરોડ ઠાલવ્યા!

રાજકોટઃ મહાનગર પાલિકા દ્વારા મિલકતવેરાની વસૂલાત માટે ઓનલાઈન પેમેન્ટની સુવિધા શરૂ કરવામાં આવ્યા બાદ કરદાતાની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં જ પોણા ત્રણ લાખથી વધારે કરદાતાએ કુલ 186.33 કરોડનો વેરો ઓનલાઇન ભર્યો છે. જેના કારણે ચાલુ વર્ષે ઓનલાઇન વેરો ભરવાનો રેકોર્ડ સર્જાઈ શકે છે.

ગુજરાતમાં માત્ર રાજકોટ મહાનગરપાલિકા સર્વિસ ચાર્જના બદલે ઉલટું વળતર આપે છે. જેના કારણે ઓનલાઈન વેરો ભરતા લોકોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. એટલું જ નહીં પણ, મહાનગરપાલિકાએ બેંકો સાથે સંકલન કરીને કરદાતાઓને વધારોનો કોઈ ચાર્જ ન લાગે તે માટે પણ આયોજન કર્યું છે.

આપણ વાંચો: ગેસ સિલિન્ડરના અકસ્માતો રોકવા મુંબઈ મહાનગરપાલિકાએ શરૂ કર્યું વિશેષ કામ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવા નાણાંકિય વર્ષ દરમિયાન એપ્રિલથી જૂન માસ સુધી એડવાન્સ વેરો ભરનારા કરદાતાઓને વળતર આપવામાં આવે છે. ડિજીટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ઑનલાઇન વેરો ભરનારાને નિયત વળતર કરતા એક ટકાનું વધારાનું વળતર મળે છે.

સળંગ ત્રણ વર્ષ સુધી ઓનલાઈન વેરો ભરનારાને વધુ એક ટકા લેખે વળતર આપીને પુરૂષ કરદાતાઓને 12 ટા તેમજ મહિલા કરદાતાઓને 15થી 16 ટકા વળતર આપવામાં આવે છે.

આપણ વાંચો: મહાનગરપાલિકાની ચૂંટણીમાં બેઠક ફાળવણીમાં શિવસેના સાથે અન્યાય નહીં થાય: શિંદે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઓનલાઈન મિલકત વેરો ભરનારા કરદાતાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2018-19માં 71,000 જેટલા કરદાતાઓ દ્વારા રૂ. 40.38 કરોડની રકમ ભરવામાં આવી હતી.

જે વધીને વર્ષ 2023-24 માં 2.33 લાખ કરદાતાઓ દ્વારા રૂ.161.38 કરોડ થઈ હતી. અને ચાલુ નાણાકીય વર્ષ પણ અત્યાર સુધીમાં 2.70 લાખ કરદાતાઓ દ્વારા રૂ. 186.33 કરોડ ની રકમ ભરપાઈ કરવામાં આવ છે.

ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે ઓનલાઈન પેમેન્ટની સાથે સર્વિસ ચાર્જ કે અન્ય નામે વધારાનો ચાર્જ લેવામાં આવતો હોય છે. પણ, રાજકોટ મનપા આખા રાજ્યમાં એક જ એવી મહાનગરપાલિકા છે કે જે ઓનલાઈન પેમેન્ટ સાથે સર્વિસ ચાર્જ લેવાને બદલે ઉલટું વળતર આપે છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button