આપણું ગુજરાતરાજકોટ

Rajkotમાં નવરાત્રિનો થનગનાટ, કોર્પોરેશનને રાસોત્સવના પ્લોટની ગત વર્ષ કરતાં બમણી આવક થઈ

રાજકોટઃ રાજકોટ(Rajkot) શહેરમાં અર્વાચીન રાસોત્સવનો અનેરો ઉત્સાહ રહ્યો છે. ત્યારે નવરાત્રી દરમિયાન વર્ષોથી રાસોત્સવનું આયોજન કરતા આયોજકો દ્વારા તેમને એ જ સ્થળ મળે તેવા પ્રયાસો કરતા હોય છે. જેમાં કોર્પોરેશને
તેમના છ પ્લોટ માટે પ્રસિધ્ધ કરેલા ટેન્ડર ખુલતા ગત વર્ષની તૂલનાએ ડબલ ભાવ મળતા મનપાને બમણી આવક થઈ છે.

રેસકોર્સ મેદાન ભાગ-એમાં રૂ. 21,93,101ની આવક

આ વર્ષે રાસોત્સવ માટે મનપાના પ્લોટ રાખવા માટે ગળાકાપ હરિફાઈ જોવા મળી હતી. મનપા દ્વારા તેમની માલીકીના રેસકોર્સ મેદાનના ભાગ એ અને ભાગ બી, નાના મૌવા સર્કલ, સાધુવાસવાણી રોડ, અમિન માર્ગ કોર્નર અને પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની બાજુના પ્લોટ સહિત છ પ્લોટ રાસોત્સવ માટે ભાડે આપવા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવેલ જેની મુદત પૂર્ણ થતાં ટેન્ડર ખોલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં રેસકોર્સ મેદાન ભાગ-એમાં રૂપિયા 6 અપસેટ પ્રાઈઝ સામે રૂપિયા 11 આવતા રૂપિયા 21,93,101ની આવક તથા રેસકોર્સ ભાગ-બી રૂપિયા 6ની સામે રૂપિયા 6 આવતા 1189041ની આવક થઈ હતી.

કોર્પોરેશનના કુલ 6 પ્લોટમાંથી રૂપિયા 59,10,627ની આવક થઈ

આ ઉપરાંત નાના મૌવા સર્કલ રૂપિયા. 6ની સામે રૂપિયા. 12.06 આવતા રૂપિયા. 1558516ની આવક તથા સાધુ વાસવાની રોડ રાજ પેલેસની સામેના પ્લોટમાં રૂપિયા 6ની સામે રૂપિયા. 6.010 આવતા રૂપિયા. 507738ની આવક તથા અમિન માર્ગ કોર્નર ઝેડ-બ્લુની સામેના પ્લોટમાં રૂપિયા 5 ની સામે રૂપિયા 7.50 લેખે 462231ની આવક થતાં મનપાને કુલ 6 પ્લોટમાંથી રૂપિયા. 59,10,627ની આવક થઈ હતી. જે ગત વર્ષે 37,86,599 રહી હતી આ વખતે જૂના આયોજકો દ્વારા પ્લોટ હાથમાંથી સરકી ન જાય તે માટે ઉંચા ભાવ ભરી ટેન્ડર રજૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…