રાજકોટ

ટ્રેન છૂટી ન જાય! રાજકોટ ડિવિઝને 125 ટ્રેનોના સમય બદલ્યા, જાણો તમારી ટ્રેન કેટલા મિનિટ વહેલી આવશે?

રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા મુસાફરો માટે એક મહત્વની યાદી જાહેર કરવામાં આવી છે. આગામી 1 જાન્યુઆરી, 2026 થી રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી અનેક ટ્રેનોના નવા ટાઈમ ટેબલનો અમલ કરવામાં આવશે. આ ફેરફાર હેઠળ ઓખા, હાપા અને રાજકોટ આવતી-જતી 100 થી વધુ ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં 1 મિનિટથી લઈને 27 મિનિટ સુધીનો ફેરફાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનો હવે નિર્ધારિત સમય કરતાં વહેલી અથવા મોડી આવશે, જેથી મુસાફરોએ સ્ટેશને પહોંચતા પહેલા સમયની ચોકસાઈ કરી લેવી અનિવાર્ય છે.

16733 રામેશ્વરમ-ઓખા એક્સપ્રેસ 20 મિનિટ વહેલી આવશે, 20819 પૂરી-ઓખા એક્સપ્રેસ તેના જૂના સમયના સ્થાને 15 મિનિટ વહેલી આવશે, 19566 દેહરાદૂન-ઓખા ઉતરાંચલ એક્સપ્રેસ તેના જૂના નિર્ધારિત સમય કરતાં 12 મિનિટ વહેલી આવશે, 22907 મડગાવ-હાપા એક્સપ્રેસ 5 મિનિટ વહેલી આવશે, 20971 દિલ્હી સરાઈ રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ 5 મિનિટ વહેલી આવશે, 12267 મુંબઈ સેન્ટ્રલ-હાપા દૂરન્તો 5 મિનિટ વહેલી આવશે, 16334 તિરુવનંતપુરમ-વેરાવળ એક્સપ્રેસ 7 મિનિટ વહેલી આવશે, 16338 એર્નાકુલમ-ઓખા એક્સપ્રેસ 7 મિનિટ વહેલી આવશે, 22923 બાંદ્રા ટર્મિનસ-જામનગર હમસફર 6 મિનિટ વહેલી આવશે, 22940 બિલાસપુર-ઓખા એક્સપ્રેસ 12 મિનિટ વહેલી આવશે.

તે ઉપરાંત 19576 નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ 12 મિનિટ વહેલી આવશે, 12476 શ્રી ,માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એક્સપ્રેસ 27 મિનિટ વહેલી આવશે, 19208 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 5 મિનિટ વહેલી આવશે, 59423 રાજકોટ-વેરાવળ લોકલ 10 મિનિટ વહેલી આવશે તેમજ 20914 દિલ્હી સરાઈ રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ 5 મિનિટ વહેલી આવશે.

કઇ ટ્રેન મોડી આવશે?

ટ્રેન નંબર 59562 પોરબંદર-રાજકોટ લોકલ 5 મિનિટ મોડી આવશે, ટ્રેન નંબર 16734 ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ 5 મિનિટ મોડી આવશે, ટ્રેન નંબર 22905 ઓખા-શાલીમાર એક્સપ્રેસ 5 મિનિટ મોડી આવશે, 12905 પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ 5 મિનિટ મોડી આવશે, 12949 પોરબંદર-સાંતરાગાછી એક્સપ્રેસ 5 મિનિટ મોડી આવશે તેમજ 59562 પોરબંદર-રાજકોટ લોકલ 5 મિનિટમોડી આવશે. આથી રેલવેની મુસાફરી કરવા ઈચ્છતા મુસાફરોએ પોતાની ટ્રેનનો સમય અવશ્ય ચેક કરી લેવો.

આ પણ વાંચો…રેલવે મુસાફરો ધ્યાન આપે! સાણંદ-સાબરમતી વચ્ચે કામગીરીને કારણે વંદે ભારત સહિત અનેક ટ્રેનોના રૂટ બદલાયા

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button