રાજકોટ

રાજકોટ શહેરની પોલીસ કેમ ત્રાટકી રહી છે પાનગલ્લા અને ચાની કિટલીઓ પર

અમદાવાદઃ રાજકોટમાં છેલ્લા અમુક દિવસોથી પોલીસ દ્વારા અમુક ચાની કિટલીઓ અને પાનના ગલ્લાં બંધ કરાવવામાં આવી રહ્યા છે. આનું કારણ શહેરમાં કથળી રહેલી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ છે. રાજકોટ શહેરમાં સતત હત્યાઓ, ફાયરિંગ, મારામારી સહિતના ગુનાઓ બની રહ્યા છે. દિવાળીના દિવસોમાં જ શહેરમાં હત્યાની ઘટનાઓએ ચિંતા જગાવી હતી. છેલ્લા પંદર દિવસમાં સાત હત્યા થઈ છે અને અન્ય ગુનાખોરી પણ વધતી જાય છે. આના ઉપાય તરીકે પોલીસે ચાની કિટલીઓ અને પાનના ગલ્લાઓ પર તવાઈ બોલાવી છે અને તેને બંધ કરાવી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ અસામાજિક તત્વો સામે કડક વલણ અપવાની રહી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : લૂંટનું નાટક! રાજકોટ પોલીસે 37 લાખની લૂંટનો પર્દાફાશ કરી આંગડિયા કર્મચારીને દબોચ્યો

ક્રાઈમ બ્રાન્ચ અને તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમ જ એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ જ્યાં જ્યાં આવા અસામાજિક તત્વોના અડ્ડા હોય તેવી ચાની કિટલી અને પાનની દુકાનો બંધ કરાવી રહ્યા છે. આ સાથે વાહનોનું સઘન ચેકિંગ થાય છે. શહેરની પોલીસે એક વૉટ્સ એપ નંબર પણ જાહેર કર્યો છે, આથી પોતાના વિસ્તારમાં આ પ્રકારની કોઈપણ કનડગત વિરુદ્ધ નાગરિકો પોલીસને માહિતી આપી શકે અને ફરિયાદ કરી શકે. શહેરના નાગરિકો અપેક્ષા રાખી રહ્યા છે કે પોલીસની આ ઝુંબેશ સતત ચાલે અને તેઓ સુરક્ષિત વાતાવરણમાં જીવી શકે

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button