રાજકોટના ઐતિહાસિક વારસાને અપાશે નવો ઓપ, સરકારે આપી સૂચના…

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ રાજકોટના જૂના વિસ્તારોમાં આવેલા મહત્વના સ્થળોને હવે નવો ઓપ આપવામાં આવશે. શહેરના દાયકાઓ જૂના બાંધકામો, તળાવ, ધાર્મિક અને સામાજિક સ્થળો તેમ જ લોકસાહિત્ય સાથે જોડાયેલો વારસો સાચવી રાખવા તેનો એક સર્વે કરવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ સંદર્ભે ટેન્ડર બહાર પાડવામા આવ્યા હતા.
આ માટે ખાસ એક સલાહકાર નિમાશે, જે હેરિટેજ પોલિસી અંગે સલાહ આપશે અને તમામ સ્થળોનું જતન કરવા અંગેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે.શહેરમાં ઘણી લાક્ષણિક કહી શકાય તેવી હેરિટેજ સાઈટ્સ આવેલી છે, જેમાંથી ઘણી દયનીય સ્થિતિમાં છે. હવે તેની જાળવણી કરવાનું તંત્રને ધ્યાને આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મહાત્મા ગાંધીજીની યાદો જ્યાં જોડાયેલી છે તે ધર્મેન્દ્ર રોડ પર આવેલ ક.બા. ગાંધીનો ડેલો તથા ગાંધી મ્યુઝીયમ સહિતની અમુક પ્રાચિન ઇમારતોની જાળવણી કરવામાં આવી છે.



