રાજકોટ

નર્સ તરીકે નોકરી આપવાની લાલચ આપી પાંચ જણ પાસેથી પૈસા ખંખેર્યા…

અમદાવાદઃ રાજકોટ શહેરમાં તાજેતરમા નર્સિંગ સ્ટાફની ભરતીની જાહેરાત આવી હતી. આનો ફાયદો લઈ એક યુવતી સહિતી પાંચ લોકો સાથે લગભગ રૂ. 34 લાખની ઠગાઈ કરવામાં આવી હતી. આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસે બે સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

રાજકોટમાં લક્ષ્મીનગર સોસાયટીમા આવેલી આરએમસી ક્વાર્ટરમાં રહેતાં મૂળ કોડીનારના નજીકના ગામના વતની દેવશીભાઈ જગમાલભાઈ વંશ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર આરોપી તરીકે સંદીપ લોખીલ અને સાગર દાફડાનું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. રાજકોટના શીતલ પાર્ક પાસે આવેલી હૉસ્પિટલમાં ફરિયાદ અને કથિત આરોપી બન્ને નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું.

આરોપીએ પડીતોને લાલચ આપી હતી કે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નર્સિંગ સ્ટાફની ભરતીમાં પાસ થવું હોય તો તેમની પાસે કોન્ટેક્ટ છે. સરકારી નોકરીમાં પાસ કરી દેવા માટે તેણે રૂ. 6 લાખ માગ્યા હતા. આથી બે ફરિયાદીએ રૂ. 12 લાખ આપ્યા હતા. જોકે પરીક્ષાની તારીખ નજીક આવી, પરંતુ આરોપી દ્વારા તેમને અગાઉથી કોઈ પ્રશ્નપત્ર આપવામાં આવ્યા ન હતા કે તેમને નોકરી પણ મળી ન હતી.

આ અંઘે આરોપીએ સાગર દાફડા નામના વ્યકિતનું નામ આગળ ધર્યું હતું. જોકે ફરિયાદીઓને તેમના રૂપિયા પરત મળ્યા ન હતા. ત્યારબાદ પ્રકાશમાં આવ્યું હતું કે માત્ર બે નહીં કુલ પાંચ જણ પાસેથી રીતે રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ બન્ને આરોપીની તપાસ શરૂ કરી છે, આ સાથે અન્ય લોકો આ છેતરામણીનો શિકાર બન્યા છે કે નહીં તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો…રાજકોટ કેન્દ્રીય વિદ્યાલયમાં રૂ. 3 કરોડનું કૌભાંડ: આચાર્યની બોગસ સહી કરી ઉચાપત કરનારો કર્મચારી પકડાયો…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button