
રાજકોટ: શહેરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર પર કૂચડો ફેરવાયો હતો. જ્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના ચહેરાને કંઈ કરાયું નહોતું. મોદીના પોસ્ટર પર કાળો પીંછડો કોને માર્યો? તેની ચર્ચા સમગ્ર શહેરમાં શરૂ થઈ હતી.
શું છે મામલો ?
રાજકોટ શહેરમાં અલગ અલગ ચોકમાં ગ્રાહક જાગૃતિના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં વડા પ્રધાન મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પોસ્ટરમાં નરેન્દ્ર મોદીની તસ્વીર પર કૂચડો ફેરવવામાં આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. સમગ્ર મામલે પોલીસ દ્વારા CCTV ના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં નરેન્દ્ર મોદી પધારી રહ્યા છે તે પહેલા જ કેટલાક તત્વોએ આ કૃત્ય કર્યું છે. રાજકોટમાં છેલ્લા બે મહિનામાં બે વાર પીએમ મોદીના ફોટા પર શાહી લગાવાઈ છે.
અગાઉ 15 ઓક્ટોબરે ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રાજકોટની મુલાકાતે આવ્યા હતા ત્યારે બહુમાળી ચોક નજીક લગાવવામાં આવેલા એક બેનરમાં વડાપ્રધાન મોદીના ફોટા પર અજાણ્યા શખસે કાળી શાહી લગાવી હતી.
આપણ વાંચો: રાજકોટમાં પાણીની તંગી મુદ્દે ધારાસભ્ય ઉદય કાનગડના ઘરે મહિલાઓના ધરણા…



