રાજકોટમાં 46 વર્ષની મહિલાને 22 વર્ષના યુવક સાથે સંબંધો બંધાતાં લિવ-ઈન પાર્ટનરને છોડ્યો તેમાં હત્યા થઈ ગઈ

રાજકોટઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો.રાજકોટમાં 46 વર્ષની મહિલાને 22 વર્ષના યુવક સાથે સંબંધો બંધાયા હતા. જેના કારણે મહિલાએ લિવ-ઈન પાર્ટનરને છોડ્યો હતો. આ કારણે 22 વર્ષીય યુવકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપીને હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.
છરીના ઘા માર્યા
મળતી વિગત પ્રમાણે, ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર રોડ ઉપર યુવકને એક મહિલા અને તેની સાથેના અન્ય શખ્સો દ્વારા છરીના 8 ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ઉત્તરાયણના દિવસે યુવકની હત્યાથી ચકચાર મચી ગઈ હતી. આ ઘટનામાં તેની પૂર્વ લિવ ઈન પાર્ટનર 45 વર્ષીય મહિલા અને તેના 22 વર્ષીય મિત્રની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું.
મનમેળ ન હોવાથી મહિલા અલગ રહેતી હતી
46 વર્ષીય મહિલા તેના મિત્ર સાથે લગ્ન વગર પતિ-પત્ની સાથે રહેતી હતા. છેલ્લા ચાર-પાંચ મહિનાથી બંને વચ્ચે મનમેળ ન હોવાના કારણે અલગ રહેતા હતા. આ સમયગાળા દરમિયાને પુરુષ તેને હેરાન પરેશાન કરતો હતો. તેમજ અગાઉ પણ છરી મારી હતી.
પુરુષથી અલગ થયા બાદ મહિલા 22 વર્ષના યુવક સાથે રહેવા આવી હતી. વારંવાર થતી હેરાનગતિથી કંટાળી મહિલાએ તેના લિવ ઈન પાર્ટનર હત્યા કરવાની યોજના બનાવી હતી. બે દિવસ પહેલા તેને ફોન કરીને મળવા બોલાવ્યો હતો. તે મળવા આવતા તેના પર છરીથી હુમલો કર્યો હતો. જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની ગણતરીના જ કલાકોમાં પોલીસે બંને આરોપીને ઝડી પાડ્યા હતા.
આ પણ વાંચો…બાંગ્લાદેશમાં વધુ એક હિંદુની જાહેરમાં હત્યાં, છરીના ઘા મારી હિંદુ વેપારીને મોતને ઘાટ ઉતાર્યો…



