રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠક તોફાની બનવાની શક્યતા…

રાજકોટઃ આજે રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે જનરલ બોર્ડની બેઠક યોજાશે. જેમાં વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરો વશરામ સાગઠિયા, કોમલ ભારાઈ, મકબુલ દાઉદાણી અને ભાનુબેન સોરાણી દ્વારા વિવિધ પ્રશ્નો મુકવામાં આવ્યા છે. ખાસ કરીને શહેરના રોડ-રસ્તાની બિસ્માર હાલત, સફાઈ કામદારોની ભરતી પ્રક્રિયા અને સરકારી ગ્રાન્ટના ઉપયોગ જેવા મુદ્દાઓ પર વિપક્ષ દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
આ સહિત ભાજપ અને કોંગ્રેસનાં 17 નગરસેવકોએ 32 સવાલ મૂક્યા છે. જોકે હંમેશની જેમ પ્રથમ એક-બે પ્રશ્નોની ચર્ચામાં સમય પૂરો થતાં વિપક્ષના આ પ્રશ્નો અંગે ચર્ચા થવાની શક્યતા નહીંવત છે.
રોડ-રસ્તા પાછળનો ખર્ચ, સફાઈ કામદાર ભરતીનો મુદ્દો, સરકારી ગ્રાન્ટનો હિસાબ, શાળાઓ અને જમીન સંપાદન, પ્રી-મોન્સૂન કામગીરીમાં બેદરકારી, ગેરકાયદેસર બાંધકામો પર કાર્યવાહી, રિવરફ્રન્ટ પ્રોજેક્ટની સ્થિતિ જેવા વિવિધ મુદ્દે જનરલ બોર્ડની બેઠક તોફાની બનવાની શક્યતા છે.