રાજકોટ

રાજકોટમાં છાશ પીતા 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર, એક બાળકની હાલત ગંભીર

રાજકોટ : ગુજરાતમા ઉનાળાની શરૂઆત સાથે જ ખોરાકજન્ય અને પાણીજન્ય રોગચાળો શરૂ થયો છે. જેમાં રાજકોટમા શહેરમાં ફૂડ પોઇઝિંગની ઘટના પ્રકાશમા આવી છે. મોડી રાત્રિના ભવાનીનગર વિસ્તારમા સામાજિક સંસ્થા દ્વારા વિતરીત છાશ પીધા બાદ બાળકોને ઊલટી થવા લાગી હતી. લગભગ 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી એક બાળકને વધુ અસર હોવાથી તેને આઈસીયુમા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે.

છાશ પીધા બાદ બાળકોને એકાએક ઊલટી શરૂ

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરના રામનાથ પરા પાસે આવેલા ભવાનીનગર વિસ્તારમાં એક ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કરવામાં આવી રહી હતી. આ વિસ્તારના બાળકોએ તે છાશ પીધા બાદ લગભગ 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા સ્થાનિકો ગભરાયા હતા. આ છાશ પીધા બાદ બાળકોની એકાએક ઊલટી કરવા લગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

આપણ વાંચો:  ગુજરાતમા આજે પણ હીટવેવની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા મળશે આંશિક રાહત

એક બાળકની હાલત ગંભીર હોવાથી આઈસીયુમા દાખલ

ભવાનીનગર વિસ્તારના 15 બાળકોને ગુંદાવાડી વિસ્તારમાં આવેલી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાં એક બાળકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે આઈસીયમા દાખલ કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય બાળકોની તબિયત સ્થિર છે. બાળકોને હાલ સારવાર આપવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button