રાજકોટ

રાજકોટમાં વકફ બોર્ડના ઓર્ડરને લઈને ટોળાએ ત્રણ દુકાનના તાળા તોડયા; સામાન બહાર ફેંક્યો…

રાજકોટ: દેશમાં વકફ સંશોધનને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે રાજકોટમાં વર્ષોથી ભાડાપટ્ટે રહેલી દુકાનોને વકફ બોર્ડના ઓર્ડરના નામે અમુક શખ્સો ખાલી કરાવવા પહોંચ્યા હતા. જો કે આ મુદ્દે વિવાદ સર્જાય તે પૂર્વે જ પોલીસનો સ્ટાફ દોડતો આવ્યો હતો. અને આ મામલે સામાન બહાર ફેંકનાર લોકો સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રણ દુકાનોનો સામાન રોડ પર ફેંક્યો

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ શહેરમાં વર્ષોથી ભાડાપટ્ટે રહેલી દુકાનો એકાએક ખાલી કરાવવામાં આવતા વેપારીઓ રોષે ભરાયા હતાં. શહેરનાં જૂના દાણાપીઠ વિસ્તારમાં કેટલાક લોકોએ વકફ બોર્ડનો ઓર્ડર બતાવી ત્રણ દુકાનોનો સામાન રોડ પર ફેંકીને દુકાનો ખાલી કરાવી હતી. આ મુદ્દે વિવાદ વકરે તે પહેલાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને દુકાનનો સામાન બહાર ફેંકનાર લોકો સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી સાથે આ ચાર ઉજવણી કરાશે

5 શખ્સો સામે નોંધાઇ ફરિયાદ

રાજકોટ શહેર ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, દુકાનોમાંથી સામાન બહાર ફેંકી દેવા મુદ્દે ફારૂક મુસાણી સહિત 5 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. વક્ફ બોર્ડના આદેશ બાદ ખાલી કરાવી હોવાના લેટરને તપાસવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ લેટરના નિયમ પ્રમાણે દુકાન ખાલી કરાવવા માટે નોટીસ આપવાની હોય અને પોલીસને સાથે રાખીને દુકાનો ખાલી કરાવવાની હોય છે. આ ઘટનામાં નિયમ પ્રમાણે દુકાનો ખાલી કરાવાઈ નથી જેથી પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દુકાનો જર્જરિત હાલતમાં હોવાથી….

રાજકોટ શહેરમાં જૂના દાણાપીઠ વિસ્તારમાં વર્ષોથી ભાડા પટ્ટે ચાલી રહેલી દુકાનો ખાલી કરાવવા માટે લોકોનું ટોળુ પહોંચ્યું હતું. આ ટોળાએ ત્રણ દુકાનોના તાળા તોડીને તેમાંથી સામાન રોડ પર ફેંકી દીધો હતો. જેથી દુકાનના ભાડુઆતોએ પોલીસ બોલાવી હતી. દુકાન ખાલી કરાવનાર લોકોએ પોલીસને વકફ બોર્ડનો ઓર્ડર બતાવ્યો હતો. આ દુકાનો જર્જરિત હાલતમાં હોવાથી ખાલી કરાવી હોવાનું પણ જણાવ્યું હતું. પોલીસે દુકાનો ખાલી કરવાનાર લોકો સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button