રાજકોટની ગુમ ફઈ-ભત્રીજી ઇન્દોરથી સહીસલામત મળી, પોલીસે રાહતનો શ્વાસ લીધો

રાજકોટ: શહેરમાં ખુબ ચર્ચાસ્પદ બનેલા ફઈ ભત્રીજી એકાએક રહસ્યમય સંજોગોમાં થવાના કેસમાં પોલીસને સફળતા મળી છે. ફઈ-ભત્રીજી બન્ને મધ્ય પ્રદેશના ઈન્દોરથી મળી આવ્યા હતાં. જો કે આ દરમિયાન પોલીસ ઇન્દોરમાં જ હોય બંનેનો સંપર્ક કર્યો હતો અને રાજકોટ લાવવા માટે રવાના થઇ ગઈ હતી.
મળતી વિગતો અનુસાર રાજકોટના અલકાપુરી મેઇન રોડ નજીક રહેતા ખોજા પરિવારની ફઈ ભત્રીજી થોડા દિવસ પહેલા ઘરેથી આઈસ્ક્રીમ ખાવા માટે બહાર નીકળ્યા બાદ કાર સાથે રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગયા હતાં. પરીવાર દ્વારા બંનેની શોધખોળ કર્યા બાદ પણ કોઈ ભાળ ન મળતા પરિવારજનોએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આપણ વાંચો: Pavagadhમાં જવાનોની કામગીરીનું નિરીક્ષણ કરવા ગયેલા SRP પીઆઇનું રહસ્યમય સંજોગોમાં મોત
પોલીસ ચોપડે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ ટેકનીકલ સોર્સની મદદ લીધી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ગુમ થયેલા ફઈ ભત્રીજીને શોધવા માટે ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પણ તપાસ આદરી હતી.
આ દરમિયાન પોલીસને લોકેશન મળ્યું અને તે દરમિયાન યુવતીએ તેના ભાઈને ફોન કરી ઈન્દોર હોવાનું જણાવ્યું હતું. જો કે આ સમાચારથી પોલીસે અને પરિવાર બન્નેએ રાહતનો શ્વાસ લીધો હતો.