રાજકોટમાં ભાઈના મિત્રએ જ સગીરાને ફસાવી: વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મ! | મુંબઈ સમાચાર

રાજકોટમાં ભાઈના મિત્રએ જ સગીરાને ફસાવી: વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મ!

રાજકોટ: શહેરમાં એક યુવકે 17 વર્ષની સગીરાને ફસાવીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યાનો વિડિયો ઉતારી લીધા બાદ વિડિયો વાઈરલ કરી દેવાની ધમકી આપતો હોવાની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સગીરાના ભાઈએ પોક્સો સહીતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર રાજકોટ શહેરના ભગવતીપરામાં રહેતા રાહુલ જીંજરીયા નામના 24 વર્ષીય શખ્સ વિરુદ્ધ સગીરાના ભાઈએ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં યુવાને જણાવ્યું હતું કે, તેની સગીર વયની બહેન અગાઉ નોકરી કરવા જતી હતી, તે સમયે ફરિયાદીનો મિત્ર રાહુલે પાંચેક મહિના પૂર્વેથી સગીરાને મેસેજ કરતો હતો, અને સગીરા ભાઈનો મિત્ર હોવાથી તેના મેસેજના સામાન્ય રીપ્લાય આપતી હતી.

આ પણ વાંચો: સગીરાનું અપહરણ કરી તેને યાતના આપનારા ફરાર યુગલને 20 વર્ષના જેલવાસની સજા

જો કે સગીરાએ યુવકના મેસેજના રીપ્લાય આપ્યા હતા તેના આરોપીએ સ્ક્રીનશોટ લઈ લીધા હતાં. જો કે બાદમાં આરોપીએ સગીરાને ડબલ મિનીંગ મેસેજ મોકલવાનું શરુ કરતા સગીરાએ તેને આવા મેસેજ ન મોકલવા કહ્યું હતું. જો કે આરોપીએ સ્ક્રીનશોટની મદદથી સગીરાને બ્લેકમેઇલીંગ કરવાનું ચાલુ કર્યુ હતું. આરોપીએ સગીરાને મળવા આવવાનું કહ્યું હતું અને જો તે ન આવે તો તેણીના ભાઈને વાત કરી દેશે તેવી ધમકી આપીને ડરાવી હતી.

જો કે તેમ છતા આરોપીએ સગીરાને પરાણે મળવા બોલાવી હતી અને તેના મિત્રના ઘરે લઇ જઈને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વિડિયો ઉતારી લીધો હતો. બાદમાં જો તે કોઈને વાત કરશે તો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. જેના કારણે સગીરા છેલ્લા ઘણા દિવસથી ગુમસુમ રહેતી હતી અને બાદમાં સગીરાએ પરિવારને આ બાબતની જાણ કરતા, સગીરાના ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button