ગુજરાત સરકારે વધારે ખર્ચ બતાવતાં રાજકોટમાં મેટ્રો રેલ વિલંબમાં: લોકસભામાં સરકારની કબૂલાત

રાજકોટ/નવી દિલ્હીઃ લોકસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાએ ગુજરાતમાં રેલ પરિયોજનાઓ અંગેનો પ્રશ્ન પૂછ્યો હતોતેમણે ) ગુજરાતમાં ચાલી રહેલી/બાકી/પ્રસ્તાવિત રેલ પરિયોજનાઓની વિગતો શું છે? રહેણાંક વિસ્તારો અને હરિયાળીને નુકસાન ન થાય અને આ પરિયોજનાઓથી ગુજરાતના પર્યાવરણ પર વિપરીત અસર ન થાય તે સુનિશ્ચિત કરવા માટે લેવાયેલા પગલાંની વિગતો શું છે?
ગુજરાતમાં મેટ્રો રેલ પરિયોજનાની પ્રગતિ અને તેની ભવિષ્યની યોજનાઓની વિગતો શું છે? શું રાજકોટમાં મેટ્રો રેલ શરૂ કરવાની કોઈ યોજના છે અને જો હા, તો તેની સંબંધિત વિગતો શું છે? અને શું સરકાર માલસામાનના પરિવહન માટે એલિવેટેડ રેલ લાઈનો બિછાવવા અને કૃષિ જમીનના અધિગ્રહણને ટાળવા વિચારે છે અને જો હા, તો તેની સંબંધિત વિગતો શું છે? પ્રશ્નો પૂછ્યા હતા.
આપણ વાંચો: આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થશે
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે શું વિગતો આપી
જેના ઉત્તરમાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું, ગુજરાત રાજ્યમાં સંપૂર્ણપણે/અંશતઃ આવરી લેતી રેલવે માળખાકીય પરિયોજનાઓ ભારતીય રેલવેના પશ્ચિમ રેલવે અને ઉત્તર પશ્ચિમ રેલવે ઝોન હેઠળ આવે છે. રેલ પરિયોજનાઓની પ્રાદેશિક રેલવે-વાર વિગતો ભારતીય રેલવેની વેબસાઈટ પર જાહેર ડોમેનમાં ઉપલબ્ધ છે.
તારીખ 01.04.2025 ની સ્થિતિ અનુસાર, ગુજરાત રાજ્યમાં સંપૂર્ણપણે/અંશતઃ આવરી લેતી રૂ. 30,275 કરોડના ખર્ચવાળી કુલ 2564 કિલોમીટર લંબાઈની 36 રેલ પરિયોજનાઓ (06 નવી લાઈન, 17 ગેજ પરિવર્તન અને 13 ડબલિંગ) ને મંજૂર કરવામાં આવી છે, જેમાંથી 863 કિલોમીટર લંબાઈને કાર્યરત કરવામાં આવી છે અને માર્ચ 2025 સુધીમાં રૂ. 12,865 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આપણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર સ્થગિત, શિયાળુ સત્ર 8 ડિસેમ્બરથી નાગપુરમાં…
ગુજરાતમાં મેટ્રો રેલ યોજનાની વિગતો
ગુજરાતમાં તમામ મોટી રેલવે નેટવર્ક લાઇનનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે. નવી લાઈન, મલ્ટી ટ્રેકિંગ પરિયોજનાઓને વિદ્યુતીકરણ સાથે મંજૂર કરવામાં આવી છે. ગુજરાતમાં મેટ્રો રેલ યોજનાની વિગતો આ મુજબ છે.
અમદાવાદ મેટ્રો રેલ – પ્રથમ તબક્કામાં 40 કિમી કાર્યરત છે. જેનો 10773 કરોડ ખર્ચ થયો છે. બીજા તબક્કામાં 28 કિમી પૈકી 23 કિમીનું કામ પૂર્ણ થયું છે. આ માટે 5384 કરોડનો ખર્ચ થયો છે. સુરત મેટ્રો રેલ યોજના 40 કિમીને આવરી લેશે અને આ માટે 12,020 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
આપણ વાંચો: સંસદનું ચોમાસુ સત્ર: મોદી સરકારને ઘેરવા કોંગ્રેસની રણનીતિ શું હશે? સોનિયા ગાંધીએ બેઠક બોલાવી…
રાજકોટમાં મેટ્રો રેલ યોજના અંગે શું કહ્યું
આ ઉપરાંત પ્રધાને રાજકોટમાં મેટ્રો રેલ યોજના અંગે માહિતી આપતાં જણાવ્યું, ગુજરાત સરકારે 41 કિલોમીટર લાંબી રાજકોટ મેટ્રો રેલ યોજનાને મંજૂરી આપી છે. જેનો અંદાજિત ખર્ચ 10,427 કરોડ રૂપિયા છે. મેટ્રો યોજનાનો વધારે પડતાં ખર્ચના કારણે તેનું વિવિધ સ્તરો વ્યાપક મૂલ્યાંકન અને તપાસની જરૂરિયાત છે.