રાજકોટ

યુવતીને માર મારી પગમાં ફ્રેક્ચર કરનારાને પોલીસે એવો તો માર્યો કે…

રાજકોટઃ શહેરના રૈયા રોડ પર 25 વર્ષીય યુવતીને માર મારી તેના હાથ-પગ ભાંગી નાખનારને પોલીસે પકડી ધોલમાર માર્યો હતો અને ખાસ સરાભરા કરી હતી. 25 વર્યી યુવતી અને તેનો ભાઈ માતાની સારવાર દરમિયાન કાના રાજા ભરવાડ નામના એક શખ્સના સંપર્કમાં આવ્યા હતા.

કાનાની મિત્રતા યુવતી સાથે વધી હતી, પરંતુ યુવતીની પછીથી ખબર પડી હતી કે તે પરિણિત છે, આથી તેણે સંબંધો તોડી નાખ્યા હતાં. કાનાએ યુવતી પાસેથી અઢી લાખ જેટલી રકમ લીધી હોવાથી યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી અને કાનાએ પૈસા પરત કર્યા હતા, પરંતુ યુવતીનો પીછો છોડ્યો ન હતો અને પત્નીને છૂટાછેડા આપી યુવતીને પરણી જવાની વાત કરતો હતો.

આપણ વાચો: વડોદરામાં નશામાં ધૂત કારચાલક બન્યો છાકટો: યુવતીને ટક્કર મારી પોલીસ સાથે બબાલ કરી

યુવતી ફરી તેના પર વિશ્વાસ કરી બેઠી અને તેને ફરી દોઢેક લાખ જેવા રૂપિયા આપ્યા હતા. જેની પોલીસ ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી કરી ન હતી. આથી યુવતી અને કાના વચ્ચે ઝગડો થયો હતો અને કાનાના પિતાએ પણ યુવતીને અપશબ્દો કહ્યા હતા.

આ વાતનો ગુસ્સો લઈ કાનો મોડી રાત્રે યુવતીના ઘર પાસે આવ્યો હતો અને યુવતી બહેનપણીના ઘરેથી પરત આવી ત્યારે તેને લોખંડના પાઈપથી માર મારતા યુવતીને ઈજા થઈ હતી. જેથી યુવતીને બન્ને પગમાં ફ્રેક્ચર થયા હતા અને સાથે ખભ્ભા પર પણ ઈજા થઈ હતી.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button