રાજકોટ લોકમેળોની રાઈડ્સના 69 ફોર્મ ભરાયા, રમકડા-ખાણીપીણીમાં ઉદાસીનતા | મુંબઈ સમાચાર

રાજકોટ લોકમેળોની રાઈડ્સના 69 ફોર્મ ભરાયા, રમકડા-ખાણીપીણીમાં ઉદાસીનતા

રાજકોટઃ લોકમેળામાં યાંત્રિક રાઈડ ઊભી કરવા સહિતની બાબતને લઈને સંચાલકોએ ગાંધીનગર રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં રાખીને સરકારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરના નિયમો હળવા કર્યા હતા અને કેટલાક નિર્ણયો લેવા માટે સ્થાનિક તંત્રને છૂટછાટ આપી હતી. જેમાં યાંત્રિક રાઈડ્સના 34 પ્લોટ સામે 69 ફોર્મ ભરાયા છે. જોકે, રમકડા અને ખાણીપીણીના 193 જેટલાં સ્ટોલ્સ હજુ ખાલી હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: રાજકોટમાં ચકડોળ વગર જ લોકમેળો યોજાશે, તંત્રએ શરૂ કરી તૈયારી

મેળામાં રમકડા અને ખાણીપીણીના સ્ટોલ ખાલી હોવાથી તંત્ર મૂંઝવણમાં મુકાયું છે. જેમાં રમકડાના 120 સામે માત્ર 15 ફોર્મ અને ખાણીપીણીના 6 પ્લેટ સામે 11 ફોર્મ, મધ્યમ ચકરડીના 3 પ્લોટ માટે 42 અને નાની ચકરડીના 12 પ્લોટ માટે 38 ફોર્મ ભરાયા હતા. જ્યારે ખાલી રહેલા સ્ટોલનું હરાજીથી વેંચાણ કરવામાં આવશે. સરકારની કડક એસઓપીના કારણે ખાનગી મેળાના સંચાલકોને મૂંઝાયા છે. સ્થાનિક તંત્રએ ખાનગી મેળાની સ્થિતિને લઈને જાણકારી ન હોવાના લીધે સરકારની ગાઈડલાઈનમાં કોઈ બાંધછોડ આપી નથી.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button