રાજકોટમાં દાંડિયાની જગ્યાએ યુવતીઓએ પકડી તલવારઃજુઓ વીડિયો | મુંબઈ સમાચાર
રાજકોટ

રાજકોટમાં દાંડિયાની જગ્યાએ યુવતીઓએ પકડી તલવારઃજુઓ વીડિયો

રાજકોટઃ આખા દેશમાં નવરાત્રી ઉજવાય છે, પરંતુ ગુજરાતની નવરાત્રીની તો વાત જ ન્યારી છે. ગુજરાતના દરેક શહેરમાં નવરાત્રીના અલગ રંગો જોવા મળે છે. વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં અલગ અલગ જગ્યાએ રમાતી નવરાત્રીમાં ઘણી વિવધતા હોય છે.

રાજકોટના રાજવી પેલેસની નવરાત્રી પણ ઘણી જ પ્રસિદ્ધ છે. અહીં પરંપરા અનુસાર નવરાત્રીના ત્રીજા દિવેસ તલવાર રાસ રમવામાં આવે છે. ક્ષત્રિયાણીઓ તલવાર હાથમાં લઈ અલગ અલગ સ્ટેપ્સ સાથે કરતબ બતાવે છે, આ સાથે બાઈક અને જીપ પર પણ તલવાર સાથે સ્ટંટ કરતી હોય છે.

જોકે આ રાસ તેઓ પૂરી તકેદારી સાથે કરે છે. લગભગ 200 જેટલી યુવતીઓ બે મહિનાથી આ રાસ માટે પ્રેક્ટિસ કરે છે. તેમનો આ રાસ જોવા હજારોનિી ભીડ જમા થાય છે. જોનારાઓને પણ જોમ ચડી જાય તે રીતે આ ક્ષત્રિયાણીઓ રાસ કરતી જોવા મળે છે. તેમના પારંપારિક પહેરવેશમાં વર્ષો જૂની પરંપરાઓ જાળવી રાખતી યુવતીઓ પણ આ રાસ કરવા થનગનતી હોય છે.

નવરાત્રી હવે ભલે એક ઈવેન્ટ બની ગઈ હોય, પરંતુ આ પ્રકારની પ્રસ્તુતી આપણે પરંપરાઓનો અહેસાસ કરાવે છે.
ગુજરાતના અન્ય શહેરોમાં પણ હજુ ઘણી પરંપરાગત નવરાત્રી જોવા મળે છે. દીવડા રાસ, ટીપ્પણી રાસ, અઠિંગો આ તમામ પ્રકારના રાસ મહેનત અને તૈયારી માગી લે છે. આ રાસ જોવાની ખૂબ જ મજા પડે છે અને ડીજેના તાલે ડોલતા યુવાનીયો કરતા તેમની કલાનો પણ તમને અનુભવ થાય છે.

આ જૂઓ વીડિયો અને તમે પણ માણો તલવાર રાસની મજા.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button