રાજકોટ

રાજકોટમાં 13 કરોડની કિંમતના 13.45 કિલો સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો…

રાજકોટઃ શહેરમાં એક જ્વેલર્સના શોરૂમમાં ફરજ બજાવતા કર્મચારીઓ 13 કરોડની કિંમતના 13.45 કિલો સોનાની ચોરી કરી ફરાર થયા હતા. આ મામલે ત્રણ શખ્સોને તમામ મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડ્યા હતા. મળતી વિગતો મુજબ રાજકોટ શહેરની જે.પી. એક્સપોર્ટ ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી નામની કંપનીમાં 13 કરોડની કિંમતના 13.45 કિલો સોનાની ચોરી થઈ હતી. તેની તપાસ કરતા કંપનીમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા કર્મચારી જ ચોર નીકળ્યો હગતો, આ મામલે પોલીસે ત્રણ શખ્સોને તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

રાજકોટ ખાતે આવેલ જે.પી. એક્સપોર્ટ ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી કંપનીએ દરમિયાન ગત 20 જૂનના રોજ કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરતા જીગ્નેશ કુછડીયાને અન્ય એક સહકર્મચારી સાથે 13.45 કિલો સોનું લઈને મુંબઈના બોરીવલી ખાતે ડિલિવરી પહોંચાડવા મોકલ્યો હતો. જોકે આટલું બધું સોનું એક સાથે જોતા તેની દાનત બગડી અને આખી ઘટનાને અંજામ આપ્યો હતો.

રાજકોટથી 13.45 કિલો સોનું લઈ મુંબઈ ડિલિવરી આપવા માટે નીકળેલા જીગ્નેશ કુછડીયા અને સહકર્મચારી મુંબઈ બોરીવલી વેસ્ટ ખાતે સુધુર સોસાયટીમાં રોકાયેલા હતા, તે સમયે જીગ્નેશ કુછડીયા 13.45 કિલો સોનું લઈ મુંબઈથી ફરાર થયો હતો. જોકે લાંબા સમય સુધી કંપનીના બેમાંથી એક પણ કર્મચારીનો સંપર્ક ન થતા અંતે મુંબઈ પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાઈ હતી.

આ મામલે નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી જીગ્નેશ કુછડીયા જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડાનો વતની હતો, તેથી મુંબઈ પોલીસે જૂનાગઢ પોલીસનો સંપર્ક કરી તપાસ શરૂ કરાઈ હતી. આરોપી જીગ્નેશનું વતન માણેકવાડા કેશોદ પોલીસની હદમાં આવતું હોવાથી, કેશોદ પોલીસ અને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ મળી કુલ 3 જુદી જુદી ટીમો આ કેસની તપાસમાં જોડાઈ હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, જીગ્નેશ કુછડીયા મુંબઈથી કેશોદ આવ્યો હતો અને તેની સાથે યશ ઓડેદરા નામનો શખ્સ પણ હતો. આ માહિતીના આધારે પોલીસે યશ ઓડેદરા અને જીગ્નેશ કુછડીયાની ધરપકડ કરી હતી. આ બંનેની પાસેથી પહેલાનો માત્ર એક જ કિલો સોનું મળી આવ્યું હતું. જેથી અન્ય મુદ્દામાલની વિગતો મેળવવા માટે પોલીસે આરોપીઓની કડકાઈથી પૂછપરછ હાથ ધરી હતી, ત્યારે ચોંકાવનારું રહસ્ય ખુલ્યું હતું.

આપણ વાંચો :ગુજરાતના મેળાઓ પર સંકટ: એસોસિએશને સરકારની કડક SOP અને ફાઉન્ડેશનનો કર્યો વિરોધ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button