રાજકોટના સોનીને પેઢીના કેશિયરે જ છેતર્યો, બે કરોડની છેતરપિંડી કરી…

અમદાવાદઃ રાજકોટમાં એક સોની વેપારી પોતાના જ કર્મચારીથી છેતરાયો હોવાની ઘટના બહાર આવી હતી. અહીંના જ્વેલર્સ શૉરૂમમાં કેશિયર તરીકે ફરજ બજાવતા માણસે અલગ અલગ સ્કીમ બનાવી રૂ. 1.99 કરોડની છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું. જ્વેલર્સના નામે ખોટા વાઉચર પણ બનાવવામાં આવ્યા હતા. શોરૂમના માલિકે કેશિયર હિતેશ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી અને હવે પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
રાજકોટ શહેરના નાના મવા મેઈન રોડ પર સાકેત પાર્કમાં રહેતાં અને મવડી રોડ ઉપર, નાના મૌવા રોડ ઉપર તથા જામનગરમાં અર્જુન જવેલર્સ નામે સોના ચાંદીના દાગીનાનો શો રૂમ ધરાવતા મનીષભાઇ નથુભાઇ ઘાડીયા (ઉ.વ.40)એ મૂળ આણંદ જિલ્લાના બોરસદના વતની અને હાલ બાલાજી હોલ, 150 ફૂટ રિંગરોડ, વલ્લભ વિદ્યાનગર સોસાયટી શેરી નં.3માં રહેતા અને નાનામવા રોડ ઉપર આવેલી તેમની બ્રાન્ચમાં કેશિયર તરીકે નોકરી કરતા હિતેષ શૈલેષ પરમાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
રાજકોટ શહેરના નાના મવા મેઈન રોડ પર સાકેત પાર્કમાં રહેતા અને રાજકોટ અને જામનગરમાં જ્વેવરીના શરૂમ ધરાવતા મનીષ ઘડિયા નામના માલિકે મૂળ આણંદના અને હાલમાં રાજકોટમાં રહેતા કેશિયર હિતેષ પરમાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ત્રણ વર્ષથી કામ કરતા પરમારે સ્કીમના નામે ગ્રાહકોને છેતર્યા હતા, ખોટા વાઉચર બનાવ્યા હતા અને ગ્રાહકોએ ફરિયાદો કર્યા બાદ આ મામલો બહાર આવતા લગભગ 1.99 કરોડની છેતરામણીનો આરોપ તેના પર લાગવવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



