રાજકોટ લોકમેળાનો 14 ઓગસ્ટથી પ્રારંભ: આ વર્ષની થીમ ‘શૌર્યનું સિંદૂર’, શું છે ખાસિયત?

રાજકોટઃ અહીંના રેસકોર્સ મેદાનમાં 14 ઓગસ્ટથી પાંચ દિવસીય જન્માષ્ટમીના લોકમેળાની શરૂઆત થશે. કલેક્ટર તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા મેળાની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે મેળાની થીમ ‘શૌર્યનું સિંદૂર’ રાખવામાં આવી છે અને તેનો રંગારંગ પ્રારંભ ગુરુવારે સાંજે થશે. આ વખતે મેળાના 24 જેટલા સ્ટોલ ખાલી રહ્યા છે. તેથી વહીવટી તંત્ર દ્વારા જે પણ વેપારી સ્ટોલ માટે આવશે તેમને મૂળ કિંમત (અપસેટ પ્રાઇસ) પર સ્ટોલ ફાળવવામાં આવી રહ્યા છે. જો તેમ છતાં સ્ટોલ ખાલી રહેશે, તો તે સામાજિક સંસ્થાઓને ફાળવવામાં આવશે.
રાજકોટ કલેકટર તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આગામી 14થી આયોજિત કરાયેલા પાંચ દિવસીય જન્માષ્ટમીના ભાતીગળ લોકમેળાના તૈયારીઓને હવે આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. આ ‘શૌર્યનું સિંદૂર’ લોકમેળાનો રંગારંગ પ્રારંભ ગુરૂવારે સાંજે કરવામાં આવશે. લોકમેળાના 24 જેટલા સ્ટોલ આ વખતે ખાલી રહ્યા હોવાથી અપસેટ પ્રાઈઝ મુજબ જ વહીવટી તંત્ર દ્વારા જે વેપારીઓ સ્ટોલ માટે આવે તેની ફાળવણી કરવામાં આવી રહી છે તેમ છતા જો સ્ટોલ નહીં ફાળવાય તો તે સામાજીક સંસ્થાઓને ફાળવવામાં આવે.
આ પણ વાંચો: એ હાલો મેળે….રાજકોટ લોકમેળામાં સરકારે એસઓપીમાં છૂટછાટ આપી…
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જન્માષ્ટમીના તહેવાર સમયે ભારે વરસાદ ખાબકી પડતા લોકમેળો રદ્દ કરવામાં આવ્યો હતો. આમ ગત વર્ષે રાજકોટના નગરજનો લોકમેળાને મહાલી શકેલ ન હતા. જેને લઈને આ વખતે લોકમેળાને મહાલવા માટે લોકોમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળ્યો હતો. રેસકોર્સ ગ્રાઉન્ડમાં આ લોકમેળાની 34 જેટલી અવનવી મોટી રાઈડસ પણ તૈયાર કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત, મેળામાં લોકોની સુરક્ષા વ્યવસ્થાને લઈને ખાસ પ્રબંધો કરવામાં આવ્યા છે. મેળામાં કલેકટર તંત્ર ઉપરાંત પોલીસ, પીજીવીસીએલ (વીજ કંપની) મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને વિશેષ ફરજ સોંપવામાં આવી છે. લોકમેળામાં પ્રતિ વર્ષ અંદાજે 13થી 15 લાખની જનમેદની ઉમટી પડે છે. આ વખતે પણ લાખોની સંખ્યામાં જનમેદની મેળામાં ઉમટી પડવાની ધારણા છે. જેને લઈને મેળામાં ખાસ વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: રાજકોટ લોકમેળામાં રાઇડ્સને લઈને ‘કોકડું’ ગૂંચવાયું
આ ઉપરાંત મેળામાં ખાસ ફરજ પર તૈનાત કરવામાં આવનાર વિવિધ વિભાગોના કર્મચારીઓના વડાઓને ખાસ વોકીટોકી પણ વહીવટી તંત્ર દ્વારા ફાળવવામાં આવશે. મેળામાં પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ, ઉપરાંત સીકયુરીટી સ્ટાફને પણ ફરજ સોંપવામાં આવશે.