રાજકોટ

હવે રેસકોર્સ નહિ પણ આ જગ્યા પર યોજાશે રાજકોટનો જન્માષ્ટમીનો મેળો…

રાજકોટ: સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનું ખાસ આકર્ષણ સમાન રાજકોટના જન્માષ્ટમીના મેળાનું સ્થાન બદલાવામાં આવે તેવા સંકેતો તંત્ર તરફથી મળી રહ્યા છે. અત્યાર સુધી રાજકોટ શહેરની વચ્ચે આવેલા રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીના મેળાનું આયોજન કરવામાં આવતું હતું પરંતુ ગેમઝોન દુર્ઘટના અને લોકમેળાના આયોજનથી શહેરમાં સર્જાતી અવ્યવસ્થાને નિવારવા માટે સ્થાન બદલાવાની ચર્ચા જાગી હતી.

જન્માષ્ટમીના મેળાનું સ્થાન બદલવાનાં સંકેતો
મળતી વિગતો અનુસાર સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનું વિશેષ મહત્વ છે અને તેમાં પણ ખાસ આકર્ષણ સમાન રાજકોટનો જન્માષ્ટમીનો છે. જો કે રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાતા જન્માષ્ટમીના લોકમેળાનું સ્થાન બદલાવામાં આવે તેવા સંકેતો તંત્ર તરફથી મળી રહ્યા છે. અત્યાર સુધી રાજકોટ શહેરની વચ્ચે આવેલા રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીના મેળાનું આયોજન કરવામાં આવતું હતું પરંતુ ટ્રાફિક સહીતની સમસ્યાઓની વચ્ચે પાંચ દિવસના લોકમેળાના આયોજનમાં સર્જાતી અવ્યવસ્થાને નિવારવા આ જગ્યાનું સ્થાન બદલવાની ચર્ચા થઈ રહી હતી. ખાસ કરીને કાલાવડ રોડ પરના ટીઆરપી ગેમઝોનની ઘટના બાદ લોકોની સુરક્ષાને અકબંધ રાખવા માટે જગ્યા બદલવાની ચર્ચા જાગી હતી.

ગેમઝોનની દુર્ઘટના બાદ હતી ચર્ચા
હાલ જે જગ્યા પર મેળાનું આયોજન કરવામાં આવે છે તે રેસકોર્સ મેદાન ૮૩ હજાર ચોરસ મીટરનું છે. તેની સામે નવા અટલ સરોવર નજીકની જગ્યા 90 હજાર ચો.મી.ની છે અને ત્યાં વાહન પાર્કિંગ માટે પણ પુરતી જગ્યા છે. ગત વર્ષે કાલાવડ રોડ પર સર્જાયેલ ટીઆરપી ગેમઝોનની દુર્ઘટના બાદ જ જન્માષ્ટમીના લોકમેળાનું સ્થળ બદલવા માટેની ચર્ચાઓ શરૂ થઈ હતી. જ્યારે હવે વહીવટી તંત્ર દ્વારા આ લોકમેળાને અટલ સરોવર નજીક ખસેડવાની તૈયારીઓ કરવામાં આવી છે.

૧૨ કરોડનાં ખર્ચે જમીન કરાશે સમથળ

પરંતુ અટલ સરોવર નજીકનો વિસ્તાર ખાડાવાળો અને અસમથળ હોવાથી જમીનને સમથળ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે અંતર્ગત ૧૨ કરોડનાં ખર્ચે અટલ સરોવર નજીક ૯૦ હજાર ચોરસ મીટર જગ્યાને સમથળ કરવા માટેની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવી છે અને ત્યાંથી મંજૂરી આવ્યા બાદ જમીન સમથળ કરવામાં આવશે. આથી આગામી જન્માષ્ટમીનો લોકમેળો અટલ સરોવર પાસે યોજાઇ શકે છે.

આપણ વાંચો : Janmashtami special: ભગવાન કૃષ્ણ સાથે આ ત્રણ સ્થળો કાયમ માટે અમર થઈ ગયા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button