રાજકોટ હોસ્પિટલના CCTV કાંડમાં મોટો ખુલાસો; એક વર્ષથી ટેલીગ્રામ પર થતી હતી ન્યૂડ વીડિયોની આપ લે…

અમદાવાદ: રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મહિલાઓની સારવારના અંગત સીસીટીવી વિડીયો વાયરલ કરીને પૈસા કમાવાના ગોરખધંધાના મામલે અમદાવાદ સાઇબર ક્રાઇમની તપાસમાં મોટો ખુલાસો થયો હતો. ઘીકાંટા ફોજદારી કોર્ટે આરોપી રાયન પરેરા અને પરીત ધામેલીયાને સાત દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો, જ્યારે અન્ય એક આરોપી વૈભવ બંડુ માનેને ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા.
Also read : સહકારી ક્ષેત્રે ‘રાદડિયા’નો દબદબો! સંઘની ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારો બિનફરીફ ચૂંટાયા…
સાયબર ક્રાઈમે કર્યો મોટો ખુલાસો
રાજકોટના રૈયા સર્કલ નજીકની પાયલ મેટરનિટી હોસ્પિટલના મહિલાઓની સારવારના સીસીટીવી વાયરલ કરવાના મામલે સાયબર ક્રાઈમે મોટો ખુલાસો કર્યો હતો. આ કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓને કોર્ટમાં પોલીસે રિમાન્ડ માટે રજૂ કર્યા હતા, ત્યારે સાયબર ક્રાઇમે રજૂઆત કરી હતી કે, આરોપીઓ એક વર્ષથી ટેલીગ્રામ મારફતે ન્યૂડ વીડિયો આપ લે કરતા હોવાના સહિતના મુદ્દે તપાસ માટે રિમાન્ડની જરૂર છે.
તપાસ માટે કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની જરુર
સાયબર ક્રાઇમની રજૂઆત બાદ કોર્ટે આરોપી રાયન પરેરા અને પરિત ધામેલીયાને 3 માર્ચ સુધીના રિમાન્ડ પર સોંપ્યા હતા. ત્યારે આરોપી વૈભવ બંડુ માનેને ૨૭મી સુધી રિમાન્ડ પર સોંપવા આદેશ કર્યો હતો. સાથે જ કોર્ટે આ કેસમાં ઉંડાણપૂર્વકની તપાસ માટે કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂર પણ જણાવી હતી.
Also read : પોસ્ટ વિભાગની નવી પહેલ: મહાશિવરાત્રીના સ્પીડ પોસ્ટથી મેળવો સોમનાથનો પ્રસાદ…
આરોપીઓએ કેટલા નાણાં મેળવ્યા?
કોર્ટમાં સરકાર વતી ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી અને કહ્યું હતું કે, ‘આરોપીએ કેવી રીતે રાજકોટની હોસ્પિટલના સીસીટીવી હેક કર્યા હતા…?, આ પ્રકારે કુલ કેટલી જગ્યાએ સીસીટીવી કેમેરા હેક કરી તેના ફુટેજીસ મેળવ્યા? આ રીતે કેટલા નાણાં મેળવ્યા? આરોપીઓ અન્ય રાજયના વતની છે તો તેમણે હોસ્પિટલનું એક્સેસ કેવી રીતે મેળવ્યું.? તે ઉપરાંત આ કાંડમાં અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તે અંગે પણ તપાસ કરવાનું જણાવ્યું હતું.