હેન્ડસ ફ્રી ભરાવીને જતા હો તો વાંચી લો આ સમાચારઃ પછી પરિવારે રડવાનો વારો ન આવે…

Rajkot Crime News: રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. હેન્ડસ ફ્રીના કારણે સાળા-બનેવીના મોતનું કારણ બની હતી. સાળો કાનમાં હેન્ડસ ફ્રી લગાવીને રેલવે ટ્રેક પરથી પસાર થતો હતો ત્યારે ટ્રેન આવી ગઈ હતી. જોકે તે પોતાની ધૂનમાં મસ્ત હતો. જેથી તેની પાછળ ચાલી રહેલા બનેવી તેને બચાવવા જતાં બંનેના ટ્રેનની અડફેટે આવી જવાથી કમકમાટીભર્યા મૃત્યુ થયા હતા.
Also read : રાજકોટ મેટરનિટી હોસ્પિટલના સીસીટીવી કાંડમાં પોલીસ પ્રશાસનનો મોટો ખુલાસો, ત્રણ જણ પકડાયા…
શું છે સમગ્ર મામલો
ઉત્તર પ્રદેશના બહેરાઈચ જીલ્લાનો વતની હગ્નુ રામસંવારે સોનકર (ઉ.વ. 28) કોઠારીયા સોલવન્ટ પાસેના ગુલાબનગરમાં ઓરડીમાં રહેતો હતો. તે સ્ટીલ ફેકટરીમાં નોકરી કરતો હતો. બે મહિના પહેલા જ તેનો સાળો બાબુહરિન્દર બંસરાજ સોનકર (ઉ.વ.12) તેની સાથે રહેવા આવ્યો હતો. જે એક કારખાનામાં મોલ્ડીંગનું કામ કરતો હતો. બુધવારે સાંજે સાળો બાબુહરિન્દર માલધારી ફાટક પાસે કાનમાં હેન્ડસ ફ્રી નાંખી રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યો હતો.
તેની પાછળ તેનો બનેવી હગ્નુ આવતો હતો. હેન્ડસ ફ્રીને કારણે સાળા બાબુહરિન્દરને ટ્રેન આવી ગયાની જાણ થઈ ન હતી. જે દ્રશ્ય જોઈ બનેવી તેને બચાવવા દોડી જતાં બંને ટ્રેન નીચે આવી ગયા હતા. જેમાંથી હગ્નુંનું સ્થળ પર જ મૃત્યુ નિપજયું હતું. જયારે બાબુહરિન્દરને ગંભીર હાલતમાં હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જયાં તેણે ટૂંકી સારવાર બાદ દમ તોડી દીધો હતો.
Also read : સાયકલ ખરીદી પર RMC દ્વારા 1000 ની સબસીડી છતાં વેંચાણ ઘટ્યું….
બંનેની સાથે રહેતા શ્રમિકોએ જણાવ્યું કે ઓરડીમાં જમવાનું બનતું હતું ત્યારે બંને અચાનક બહાર નીકળી ગયા બાદ આ ઘટના બની હતી. જાણ થતાં આજી ડેમ પોલીસ સ્થળ પર અને હૉસ્પિટલે દોડી ગઈ હતી. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.