રાજકોટ

રાજકોટમાં 15 ગરબા આયોજકની મળી અરજી: ઈન્ચાર્જ ફાયર ઓફિસર

તમામ બાબતો યોગ્ય હશે તો મંજૂરી મળશેઃ

રાજકોટઃ નવરાત્રીને હવે માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં 15 ગરબાના આયોજકોની અરજી આવી છે, તપાસ બાદ એનઓસી આપવામાં આવશે, એમ ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમિત દવેએ જણાવ્યું હતું. માતાજીની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં આપણી સંસ્કૃતિ મુજબ ગરબાના અસંખ્ય આયોજનો કરવામાં આવે છે. જોકે, આ વખતે રાજકોટના અગ્નિકાંડ પછી સલામતી પ્રશ્ને સરકાર ખૂબ કડક બની છે.

આ પણ વાંચો: ગેમઝોન કાંડનું ભૂત હજુ’ય ધૂણશે, રાજકોટમાં મેળા પછી ‘નવરાત્રિ’ માટે નવી SOP: આયોજકોને આવશે ‘અંધારા’!

ગરબાના આયોજકોને સલામતીની વ્યવસ્થા કરવા માટે એક એસઓપી આપવામાં આવી છે અને તે તમામ નિયમોનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે આ સંદર્ભે ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમિત દવે માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં રાજકોટના અલગ અલગ વિસ્તારમાંથી 15 જેટલા ગરબા આયોજકોની અરજી મળી છે. જો તમામ વસ્તુ યોગ્ય હશે તો તેમને મંજૂરી આપવામાં આવશે. સરકારની ગ્રાઇડલાઇન્સ પ્રમાણે ગરબાની મંજૂરી આપવામાં આવશે.

જે લોકોએ અરજી કરી છે અને તમામ ડોક્યુમેન્ટ યોગ્ય હશે તો તેમને ફાયર એનઓસીની લેવાની જરૂર પડતી નથી. હાલ રાજકોટ ફાયર વિભાગમાં કર્મચારીની ઘટ છે તેને કારણે કામગીરીમાં તકલીફ પડે છે. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ સ્વીકાર્યું રાજકોટમાં ફાયર કર્મચારીઓની અછત છે.

આ પણ વાંચો: રંગીલા રાજકોટમાં યોજાશે અનોખો નવરાત્રિ મહોત્સવ: હજારો કેન્સર વોરિયર્સ ગરબાની રમઝટ બોલાવશે

જ્યારે એક દિવસની નવરાત્રી આયોજકોને પણ આ મંજૂરી લેવી ફરજિયાત છે, પરંતુ શહેરમાં વન-ડે નવરાત્રીનું આયોજન કરતા આયોજકો મંજૂરી નથી લઈ રહ્યા તે મોટો પ્રશ્ન છે. અત્યાર સુધીમાં એક દિવસીય નવરાત્રીના ઘણા આયોજનો થઈ ચૂક્યા છે. શહેરમાં અસંખ્ય જગ્યાએ ગરબાના આયોજનો થાય છે પરંતુ હજુ સુધી બધા આયોજકોએ સરકારી તંત્રનો સંપર્ક કર્યો નથી. જોઈએ આવનારા દિવસોમાં સરકારી તંત્ર શું પગલાં લે છે, એ જોવાનું રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button