રાજકોટમાં ફિલ્મી ઢબે ફાયરિંગ કરનારા 'મુરઘા ગેંગ'ના સભ્યોનો દોરડા બાંધી પોલીસે કાઢ્યો 'વરઘોડો'; લંગડાતા પગે માફી માંગી...
રાજકોટ

રાજકોટમાં ફિલ્મી ઢબે ફાયરિંગ કરનારા ‘મુરઘા ગેંગ’ના સભ્યોનો દોરડા બાંધી પોલીસે કાઢ્યો ‘વરઘોડો’; લંગડાતા પગે માફી માંગી…

રાજકોટ: શહેરના મંગળા રોડ પર મંગળવાર રાતે ફિલ્મી ઢબે થયેલા ફાયરીગની ઘટનાના આરોપીઓ વિદુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ફાયરીંગની ઘટના બાદ એકપણ પક્ષ તરફથી ફરિયાદ દાખલ કરવામાં ન આવતા અંતે પીએસઆઈ પોતે જ ફરીયાદી બન્યા હતા. અ બનાવ બાદ પોલીસે કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી અને ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.

મળતી વિગતો અનુસાર, ૨૯ ઓક્ટોબરના રોજ મોડી રાતે શહેરના મંગળા રોડ પર આવેલ પ્રગતિ હોસ્પિટલ નજીક જાહેર રોડ પર ફાયરિંગનો બનાવ બન્યો હતો. ત્યારબાદ પોલીસ કર્મચારી ઘટનાસ્થળ પર દોડી ગયા હતા અને બનાવ બાબતે આજુબાજુના માણસોની પુછપરછ કરતા ફાયરીંગનો બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું.



પોલીસે સીસીટીવી અને અન્ય લોકોની પુછપરછ કરતા પેંડા ગેંગ અને મુરઘા ગેંગના સભ્યોએ મળીને 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે પોલીસે કાર્યવાહી કરીને પેંડા ગેંગના સાત સાગરીતોને ઝડપી લીધા હતા, ત્યારબાદ પોલીસે મુરઘા ગેંગના ત્રણ સાગરીતોની ધરપકડ કરી હતી.

પોલીસે મુરઘા ગેંગના અબ્દુલ્લા ઉર્ફે દુલિયો ઢાળા, શોયબ ઉર્ફે સાહિલ દિવાન અને અમન ઉર્ફે મરઘો પીપરવાડીયાની ધરપકડ કરી હતી. ત્રણે આરોપીની ધરપકડ બાદ તેઓને સાથી રાખીને ઘટના રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. રાતના સમયે કાયદાની મજાક ઉડાડનારા અને જાહેર શાંતિનો ભંગ કરનારા આરોપીઓને દોરડા બાંધીને ઘટના સ્થળ પર લઇ જઈ રિકંસ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું આજે જાહેરમાં ત્રણેય આરોપીઓ લંગડાતા લંગડાતા બે હાથ જોડી લોકોની માફી માંગી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button