રાજકોટ

રાજકોટમાં ચડ્ડી-બુકાનીધારી ગેંગે કરી 5 ઘરમાં કરી ચોરી: ઘટના CCTVમાં કેદ

રાજકોટ: વરસાદના વિરામ થતાંની સાથે જ રાજકોટમાં તસ્કરો સક્રિય થઈ ગયા છે. તહેવારની સીઝન હોવાથી બંધ મકાનોને ટાર્ગેટ કરીને ચડ્ડી-બુકાનીધારીઓએ એકસાથે 5-5 મકાનમાં ત્રાટકીને ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસને જાણે આ લોકો પડકાર ફેંકી રહ્યા હોય તેમ અંદાજે 15 લાખ રૂપિયાની ચોરી કર્યું હોવાનું અનુમાન છે.

તહેવારોની સિઝન પૂર્ણ થયા બાદ રાજકોટમાં ચડ્ડી બુકાનીધારી ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે. રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં ચોરીની ઘટનોને આ ટુકડીએ અંજામ આપ્યો હતો. શહેરના માધાપર ચોકડી નજીક મોરબી બાયપાસ પર આવેલી ADB હોટેલ પાછળ રત્નમ રોયલ સોસાયટીમાં ચડ્ડી-બુકાનીધારી ત્રાટકયા હતા. અહી ચોરીને અંજામ આપીને જે હાથમાં આવ્યું તે ઉઠાવીને જતાં રહ્યા હતા.

આ સિવાય શહેરના પંચાયતનગરમાં પણ એક બંગલામાં ચોરીની ઘટના સામે આવી છે. બંગલાના માલિક મસ્તક રહેતા હોય અને હાલ વતનમાં હોય સાથે જ તેઓ કોઇ પ્રાસંગિક કાર્યથી વલસાડ ગયા હોય તેનો લાવ લઈને આ ગેંગે ત્રાટકીને ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરો બાજુના મકાનમાંથી સોના અને ચાંદીના ઘરેણાં ભરેલી તિજોરી ઉઠાવી ગયા હતા.

ચોરીની સમગ્ર ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીમાં સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે કઈ રીતે આ ગેંગ ચોરીને અંજામ આપી રહી છે. શહેરના અલગ અલગ વિસ્તારોના ત્રણ મકાનોમાં ચડી-બુકાનીધારી ગેંગ દ્વારા ચોરી કરી તરખાટ મચાવ્યો છે. ચોરીની ઘટના બાદ ગાંધીગ્રામ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે. ચોરીની ઘટના સામે આવ્યા બાદ ત્રણ ઘર માંથી માત્ર એક જ પરિવાર ફરિયાદ લખાવવા આગળ આવ્યો હતો. જ્યારે અન્ય લોકોમાં હજુ ભયનો માહોલ હોવાનું જણાઈ રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button