રાજકોટ અગ્નિકાંડઃ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાને કોર્ટે શું આપ્યો મોટો ઝટકો? | મુંબઈ સમાચાર
રાજકોટ

રાજકોટ અગ્નિકાંડઃ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાને કોર્ટે શું આપ્યો મોટો ઝટકો?

રાજકોટ: પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાન વધુ એક ઝટકો લાગ્યો હતો. નકલી મિનિટ્સ બુક બનાવવાના ગુનામાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાની જામીન અરજી અદાલતે ફગાવી હતી. અગ્નિકાંડની તપાસ દરમ્યાન ક્રાઈમ બ્રાંચ સમક્ષ સાગઠીયાએ નકલી મિનિટ્સ બુક રજુ કરી હતી. જેથી અલગથી ગુનો નોંધાયો હતો.

તપાસમાં શું થયો હતો ધડાકો

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના કેસની તપાસ દરમિયાન મનપાની ટીપી શાખાની નકલી મિનિટ્સ બુક બનાવવામાં આવી હોવાનો ધડાકો થયો હતો. રેકર્ડ સાથે ચેડાં કરવામાં આવ્યા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે અલગથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે ત્રણ સરકારી કર્મચારીના જામીન મંજૂર પણ સાગઠિયાને રાહત નહીં

નકલી મિનિટ્સ બુક રજુ કરાઈ હતી

આરોપી મનસુખ સાગઠિયા વિરુદ્ધ રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અગ્નિકાંડનો ગુનો નોંધાયા બાદ તપાસ વખતે નકલી મિનિટ્સ બુક રજુ કરાઈ હતી. રજીસ્ટર રેકર્ડમાં ચેડા જોવા મળ્યા હતા. જેમાં મનસુખ સાગઠીયા અને અન્ય આરોપીઓ દ્વારા બોગસ મિનિટ્સ બુક બનવાઈ હોવાનું અને અસલી મિનિટ્સ બુક સળગાવી નાશ કર્યો હોવાનું ખુલ્યું હતું. જેથી ક્રાઈમ બ્રાન્ચ ડીસીબી પોલીસ મથકે અલગથી ગુનો દાખલ થયો હતો. અગ્નિકાંડના ગુનામાં સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાની જામીન અરજી મંજુર કરી હતી. જે પછી મનસુખ સાગઠીયાએ નકલી મિનિટ્સ બુક વાળા ગુનામાં રાજકોટની કોર્ટમાં જામીન અરજી કરી હતી.

જેમાં સરકારી વકીલ અને આરોપી સાગઠીયાના વકીલ દ્વારા દલીલો કરાઈ હતી. પોલીસ પેપર્સ રજુ કરાયા હતા. બંને પક્ષની દલીલો બાદ કોર્ટે નકલી મિનિટ્સ બુક વાળા ગુનામાં મનસુખ સાગઠીયાની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો હતો.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button