રાજકોટ

દિલ્હી એઇમ્સમાં કામ કરતા મૂળ રાજકોટના ન્યૂરોસર્જન ડો. રાજ ઘોણિયાએ ટૂંકાવ્યું જીવન !

રાજકોટના ડો. રાજ ઘોણિયા 6 મહિના પહેલાં જ એઇમ્સમાંથી તેમની ન્યુરો સર્જરી પૂર્ણ કરી હતી અને તેમના મૃત્યુના માત્ર 15 દિવસ પહેલાં જ યુએસમાં તાલીમ લઈને પરત ફર્યા હતા. મૃતક પરિણીત હતા પરંતુ તેમની પત્ની ઘટના સમયે હાજર ન હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ઘરે એકલા હતા તે દરમિયાન વધુપડતી દવા પી તેમણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.

આ પણ વાંચો: રક્ષાબંધનનો ઉમંગ માતમમાં ફેરવાયો : મધ્ય પ્રદેશમાં બોર્ડ ટોપર વિદ્યાર્થિનીએ ઘરમાં જ ટૂંકાવ્યું જીવન !

રાજ ઘોણિયાએ પ્રેમલગ્ન કર્યા હોય દંપતી વચ્ચે કોઈ બાબતે વિવાદ ચાલતો હોવાની ચર્ચા છે. જેના આધારે પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. મોબાઇલ રેકોર્ડિંગ તેમજ કોલ ડિટેઇલ સહિતની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. રક્ષાબંધનના તહેવાર પર મૃતક ડૉક્ટર રાજના પત્ની બહાર ગયેલ હતી. પત્નીના ઘરેથી ગયા બાદ રાજે આ પળગું ભર્યું હતું. પત્ની ગઇકાલે સવારથી જ પોતાના પતિને ફોન કરી રહી હતી, પરંતુ ફોન ઊપડતો નહોતો, જેથી તેણે તેની તપાસ કરવા માટે નજીકમાં રહેતા અન્ય ડોક્ટર આકાંશાને જાણ કરી હતી. બાદમાં આકાંશાએ તેમની પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચો: પત્નીની આત્મહત્યા બાદ પુત્રની હત્યા કરી પતિએ ટ્રેન નીચે જીવન ટૂંકાવ્યું

પોલીસને ઘટનાની જાણ કરાયા બાદ પીસીઆર વેન ઘટનાસ્થળે પહોંચી હતી. ડોક્ટર તેમના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવતા મૃતદેહને એઈમ્સમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબે તપાસી તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહનું પોસમોર્ટમ કરાવી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. યુવાન ડોકટરના અવસાનથી સાથી તબીબો, મિત્રો અને પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker