રાજકોટ

રાજકોટ જિલ્લા બેંક માવઠાગ્રસ્ત ખેડૂતોને એક વર્ષ માટે ઝીરો ટકા વ્યાજે ખાસ લોન આપશે…

રાજકોટ : ગુજરાતમાં માવઠાના કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયું છે. રાજ્ય સરકારે પાક નુકસાનીનો સરવે કરાવ્યા બાદ ખેડૂતો માટે 10 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે. જેમાં હેક્ટર દિઠ બે હેક્ટરની મર્યાદામાં 22 હજાર રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંક દ્વારા પણ ખેડૂતો માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઝીરો ટકા વ્યાજે ‘ખાસ કૃષિ લોન’ની જાહેરાત

રાજકોટ જિલ્લા સહકારી બેન્ક દ્વારા રાજકોટ અને મોરબી જિલ્લાના સવા બે લાખ ખેડૂતો માટે ઝીરો ટકા વ્યાજે ‘ખાસ કૃષિ લોન’ની જાહેરાત કરવામાં આવી હતી. બેંક દ્વારા જે ખાસ કૃષિ લોનની જાહેરાત કરવામાં આવી તેનાથી માવઠાગ્રસ્ત ખેડૂતોને જે નુકસાન થયું છે તે ભરપાઈ કરવા માટે અને રવી પાકના વાવેતર માટે પણ જરૂરી આર્થિક મદદ થશે.

2.25 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને લાભ મળશે.

રાજકોટ જિલ્લા સહકારી બેંક દ્વારા જે ખાસ કૃષિ લોનની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોને હેકટર દીઠ રૂપિયા 12,500 થી 65,000 સુધીની લોન ઝીરો ટકાના દરે આપવામાં આવશે. રાજકોટ જિલ્લા સહકારી બેંકની આ ખાસ કૃષિ લોનનો રાજકોટ અને મોરબી જિલ્લાના 2.25 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને લાભ મળશે.

આ પણ વાંચો…ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું રૂ. 10,000 કરોડનું જંગી રાહત પેકેજ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button