રાજકોટ: લાડુ વિર અને લાડુ વીરાંગના સ્પર્ધા
સૌરાષ્ટ્ર એટલે ખાનપાન માટે પ્રખ્યાત લોકો, ખાવા પીવાના એટલા બધા શોખીન હોય છે કે તેનું આયોજન કરવું પડે. રાજકોટ ભાજપ દ્વારા તાજેતરમાં રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સિદ્ધિ વિનાયક ગણપતિ મહોત્સવ ખાતે દર વર્ષે લાડુ ખાવાની સ્પર્ધા યોજવામાં આવે છે.
આ પણ વાંચો: ‘દેશના 1 કરોડ યુવાનોને દેશની 500 પ્રીમિયમ કંપનીઓમાં 1 વર્ષ માટે ઈંટર્નશિપ’- રાજકોટમાં ડો. માંડવિયા
આ વર્ષે પણ રાખવામાં આવેલી લાડુ સ્પર્ધામાં નિયમ મુજબ 10 મિનિટના સમયમાં પાંચ લાડુ ખાઈ શકે તે બીજા રાઉન્ડમાં પ્રવેશ કરે અને બીજા રાઉન્ડમાં 20 મિનિટ આપવામાં આવે જેટલા વધારે લાડવા ખાય તે પ્રમાણે નંબર આપવામાં આવે.
એક લાડુ 100 ગ્રામના હોય છે અને સાથે દાળ તથા પાણી આપવામાં આવે છે. સરપદડ ગામના 69 વર્ષના ગોવિંદભાઈ લુણાગરિયા 19 લડવા અને વોર્ડ નં 3 રહેતા સાવિત્રી બેન યાદવે 10 લડવા ખાઈ સ્પર્ધામા પહેલો નંબર મેળવ્યો હતો.
આ પણ વાંચો: Rajkot ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોમવારે રાજકોટ-હૈદરાબાદની હવાઈ સેવા શરુ કરાશે
પરધાનિ સમય મર્યાદા પુરી થઈ ગયા બાદ પત્રકારોએ વિજેતા ભાઈ અને બહેનને પૂછતા કે હજુ કેટલા લાડવા ખાઈ શકાય તો ગોવિંદભાઈ હજી બે લાડુ અને સાવિત્રીબેન બીજા પાંચ લાડુ ખાઈ શકે તો તેવું નિવેદન આપ્યું.