રાજકોટ

રાજકોટમાં 38 બૂટલેગરના ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ બૂલડોઝર એકશન, 55 દબાણો તોડી પડાયા

રાજકોટઃ ગુજરાતમાં સતત અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ શહેરમાં પોલીસે અનેક બુટલેગરોના ગેરકાયદે બાંધકામને તોડી પાડયા છે. તેની બાદ હવે રાજકોટમાં બુટલેગરોના ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ બૂલડોઝર એક્શન શરૂ કરવામાં આવ્યું છે.

વહેલી સવારે 7 વાગ્યાથી એક્શન શરૂ

જેમાં આજે રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સાથે 38 બૂટલેગરોના 55 જેટલાં ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યાં છે. પોલીસે વહેલી સવારે 7 વાગ્યાથી રાજકોટ કોર્પોરેશન અને પીજીવીસીએલના અધિકારીઓને સાથે રાખી ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને કુલ 38 ગુનેગારે 6.52 કરોડ કિંમતના 2610 ચોરસ મીટર જગ્યા પર કરેલાં દબાણને દૂર કરવામાં આવ્યાં હતા.

અમુક આરોપીઓ સામે 10થી વધુ ગુના દાખલ

રાજકોટ યુનિવર્સિટીમાં પોલીસ સ્ટેશનમાં 38 જેટલા ગુનેગાર છે તેના 55 કરતા વધુ ગેરકાયદે બાંધકામ દુર કરવાની કામગીરી કરવામાં આવી છે. આ આરોપીઓ વિરુદ્ધમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ઘાડ, લૂંટ, મારામારી અને પ્રોહિબિશન સહિતના ગુના નોંધાયેલા છે. જેમાં અમુક આરોપીઓ સામે 10થી વધુ ગુના દાખલ થયેલા છે અને પાસાની કાર્યવાહી પણ થયેલી છે.

આપણ વાંચો:  પાટણના સિદ્ધપુર નજીક મોડી રાત્રે ખાનગી બસ પલટી, 14 મુસાફરોને ઈજા પહોંચી…

રૈયાધાર પરશુરામ ટેકરી નજીક ડિમોલિશન

ઉલ્લેખનીય છે કે, રાજયના ગૃહ વિભાગ તરફથી ગુનેગારોના ગેરકાયદે દબાણો દૂર કરવા માટે રાજ્યભરની પોલીસને સૂચના આપવામાં આવી છે જે અન્વયે આજે 19મી મે 2025 વહેલી સવારથી રાજકોટ શહેરમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. રૈયાધાર પરશુરામ ટેકરી નજીક ડિમોલિશન કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button