રાજકોટમાં બળાત્કારનો ભોગ બનેલી 7 વર્ષની છોકરીએ બળાત્કારીને ઓળખી લીધો

રાજકોટઃ જસદણના આટકોટમાં એક શ્રમિક પરિવારની સાત વર્ષની છોકરી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. હેવાનિયતની હદ વટાવતા નરાધમે ગુપ્તાંગમાં ધારદાર હથિયાર ઘુસાડી દીધી હતું અને ગંભીર ઇજા પહોંચાડી ક્રૂરતા આચરી હતી. બાળકીની ગંભીર હાલતને જોતાં તેને પરિવારે તાત્કાલિક સારવાર અર્થે ખસેડી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો. બનાવ અંગે એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી હતી.
છોકરીએ બળાત્કારીને આ રીતે ઓળખી લીધો
તેમણે કહ્યું કે, ભોગ બનનાર દીકરી હાલ સ્વસ્થ છે. દીકરીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આરોપી રામસિંગ તેરસિંગને તાત્કાલિક અસરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનો વતની છે. ભોગ બનનાર દીકરી અને આરોપીનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું છે. આરોપીએ લોખંડના સળિયા વડે દીકરીના ગુપ્તાંગના ભાગે ઇજા પહોંચાડી હતી. લોખંડનો સળીયો પણ પોલીસે કબજે કર્યો છે.
આ પણ વાંચો : આટકોટમાં 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ, નરાધમે ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો
FSL ની ટીમની પણ મદદ લેવામાં આવી છે. વહેલામાં વહેલી તકે ચાર્જશીટ તેમજ ન્યાયીક પ્રક્રિયા પૂર્ણ થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભોગ બનનાર બાળકીએ આરોપીનો ફોટો બતાવતા તેને ઓળખી બતાવ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી આરોપીના 7 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવશે. આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ હજુ સામે નથી આવ્યો. ચોકલેટની લાલચ આપીને બાળકીને પાણીના ટાંકા પાછળ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.
ક્યારે બની હતી ઘટના
આ ઘટના 4 ડિસેમ્બરની છે. મૂળ દાહોદ જિલ્લાનો શ્રમિક પરિવાર ખેતરમાં કામ કરી રહ્યો હતો જ્યાં 7 વર્ષની છોકરી હસતી કૂદતી રમતી હતી. એ દરમિયાન હવસખોર ઈસમની નજર તેના પર પડી હતી. તેને ઉપાડી જઈ તેના પર બળાત્કાર કર્યો હતો. બાળકીએ બૂમાબૂમ કરતાં આરોપી બાળકીનું મોઢું દબાવ્યું હતું. જે બાદબાદ બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘૂસાડી બાળકીને તરફડિયાં મારતી છોડી ત્યાંથી ભાગી ગયો હતો. પરિવારને ખેતરમાં બાળકીની હાજરી ન હોવાની ખબર પડતાં તેની શોધખોળ શરૂ કરી હતી. જે બાદ નજીકમાંથી જ લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ફરિયાદ મળતા જ રાજકોટ ગ્રામ્ય પોલીસની ટીમ હરકતમાં આવી હતી. અને આરોપીને પકડી લેવા 10 જેટલી ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રના આ શહેરમાં શિક્ષક-શિક્ષિકાએ કર્યું ગંદુ કામઃ યુવતી પર દુષ્કર્મ આચર્યું, બ્લેકમેઇલ કરી લાખો પડાવ્યા



