આટકોટની સ્કૂલમાં વિદ્યાર્થિનીનું શારીરિક શોષણઃ ફરિયાદ નોંધાઈ

રાજકોટઃ આટકોટની પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર શારીરિક શોષણનો બનાવ નોંધાયો છે. જિલ્લા ભાજપના બે આગેવાનો વિરુદ્ધ 376,376a,376d,506,506/2 કલમ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે.
મધુભાઇ ટાઢાણી અને પરેશ રાદડિયા વિરુદ્ધ દુષ્કર્મની નોંધાઈ ફરિયાદ. બંને શખ્સો છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થિની સાથે કરતા શારીરિક શોષણ કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરેશ રાદડિયા ડી.બી. એજ્યુકેશન ટ્રસ્ટમાં છે ટ્રસ્ટી, જયારે મધુભાઇ ટાઢાણી કલરકામ નો છે કોન્ટ્રાકટર. આટકોટ પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરવા પોલીસની અલગ અલગ ટીમ બનાવી અને ફરારી આરોપીઓને પકડવા કવાયત શરૂ કરી છે.
સંકુલના સંચાલકે બે દિવસ પહેલા ઝેર પી લીધું હતું અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારે કારણ અકળ હતું, પરંતુ આ સંદર્ભે જ તેણે આ કૃત્ય કર્યું હશે કારણ કે યુવતીના કહેવા મુજબ તેઓ આ બાબતથી વાકેફ હતા. આ મુદ્દે તપાસ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.