રાજકોટમાં પાટીદાર એકટ્રેસના પરિવારનો મિલકત વિવાદ ઉકેલવા કયા પાટીદાર અગ્રણીઓ આવ્યા મેદાને? | મુંબઈ સમાચાર

રાજકોટમાં પાટીદાર એકટ્રેસના પરિવારનો મિલકત વિવાદ ઉકેલવા કયા પાટીદાર અગ્રણીઓ આવ્યા મેદાને?

રાજકોટઃ રાજકોટમાં પાટીદાર પરિવારના મિલકત વિવાદ મુદ્દે પાટીદાર સમાજન અગ્રણીઓએ એક્ટ્રેસના પરિવાર સાથે મુલાકાત કરી હતી. જિગીષા પટેલ, મનોજ પનારા સહિતના અગ્રણીઓએ એક્ટ્રેસ ક્રિસ્ટીના પટેલ તથા તેની માતાને મળ્યા હતા. આ દરમિયાને તેમણે મા-દીકરીને સમર્થન આપ્યું હતું અને આંતરિક પારિવારિક વિવાદનો ઉકેલ લાવવા અપીલ કરી હતી.

જિગીષા પટેલે જણાવ્યું હતું કે મામલો ભલે પરિવારનો હોય, પણ એક પાટીદાર દીકરી અને તેની માતાની વાત છે, તેથી અમે અહીં આવ્યા છીએ.

આપણ વાંચો: મિલકત વિવાદમાં સાવકા ભાઈની હત્યા કરી માથું ધડથી અલગ કર્યું

તેમને ન્યાય મળવો જોઇએ. જિગીષા પટેલે વધુમાં કહ્યું હતું કે માતા અને દીકરી અહીં એકલાં રહે છે અને તેમને હેરાન કરવા ન જોઇએ. ભલે તેઓ અલગ રહેતાં હોય, પણ તેઓ પરિવારનો જ હિસ્સો છે. સમાજના આગેવાનોએ આગળ આવીને આ આંતરિક મામલાને ઉકેલી લેવો જોઇએ.

મનોજ પનારાએ આ મામલે પોલીસની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે રાજકોટ પોલીસને અપીલ કે આ પરિવારની ફરિયાદ લેવી જોઈએ. કોઈપણ આગેવાન આગળ આવે અને દીકરી તથા તેમની માતાની ફરિયાદ દૂર થાય અને ઘરનો મામલો ઉકેલાઈ જાય.

આપણ વાંચો: મિલકત વિવાદને લઇ પતિએ કરી પત્નીની હત્યા

આગેવાનોને પણ કહીશું કે આ વિવાદ શાંતિપૂર્વક ઉકેલાય એ માટે પ્રયાસ કરે. અત્યારસુધીની જાણવા મળેલી વિગત મુજબ પોલીસનો રોલ સાવ નિંદનીય છે.

ઉલ્લેખનીય છે કે અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરી રાજકોટ પોલીસ પર આરોપ લગાવ્યો હતો. મોટા કાકા ભાજપના નેતા હોવાથી રાજકોટ પોલીસ તેની ફરિયાદ ન લેતી હોવાના આક્ષેપથી ક્રિસ્ટીના પટેલે રડતો વીડિયો પોસ્ટ કર્યો હતો.

જેમાં પિતાના અવરસાન બાદ સંબંધીઓ મિલકત માટે પરેશાન કરતા હોવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત વીડિયોમાં તેણે કહ્યું, તેના માતા એકલા હતા ત્યારે કેટલાક લોકો ઘરે આવ્યા હતા અને બળજબરથી ઘરમાં ઘૂસી માતાને માર માર્યો હતો. પોલીસને જાણ કરવા છતાં ફરિયાદ લેવામાં આવી નહોતી

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button