પદ્મિનીબા વાળાના પુત્રએ કર્યા સિનસપાટા, ગરબામાં રિવોલ્વર જેવું હથિયાર ટાંગીને કરી એન્ટ્રી
Top Newsરાજકોટ

પદ્મિનીબા વાળાના પુત્રએ કર્યા સિનસપાટા, ગરબામાં રિવોલ્વર જેવું હથિયાર ટાંગીને કરી એન્ટ્રી

રાજકોટઃ રાજ્યમાં લોકસભા ચૂંટણી પહેલાં થયેલા ક્ષત્રિય આંદોલનથી જાણીતા બનેલા ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળાનો પુત્ર વિવાદમાં આવ્યો હતો. ગત રાત્રે રાજકોટમાં તે રિવોલ્વર જેવા હથિયાર સાથે ગરબામાં દેખાતાં વિવાદ સર્જાયો હતો.

ઉપરાંત છાવા ફિલ્મના ડાયલોગ સાથે પદ્મિનીબા વાળાના પુત્રની એક રિલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, જેમાં તે કમળે રિવોલ્વર જેવું હથિયાર ટાંગીને એન્ટ્રી કરતો જોવા મળી રહ્યો છે.

અટલ સરોવર ખાતે યોજાયેલા અર્વાચીન રાસોત્સવ દરમિયાન આ ઘટના બની હતી. અહીં પદ્મિનીબા વાળા તેમના પુત્ર સાથે હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં રાસ-ગરબાની રમઝટ ચાલતી હતી.

ત્યારે તેમના પુત્રએ કમર પર રિવોલ્વર જેવું હથિયાર રાખીને વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો વાયરલ થતાં લોકોમાં ચર્ચા જાગી હતી. યુવાનોમાં રોફ જમાવવા અને કાયદાનો ભંગ કરવાનાં આવાં કૃત્યો સામે સવાલ ઊઠી રહ્યા છે.

થોડા સમય પહેલા પણ પદ્મિનીબા વાળા અને તેમનો પુત્ર વિવાદમાં આવ્યા હતા. ગોંડલમાં પદ્મિનીબા વાળા, તેમના પુત્ર અને અન્ય 3 એમ કુલ 5 લોકો સામે હનીટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી.

ગોંડલના જેતપુર રોડ પર રહેતા 60 વર્ષીય રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલિયા નામની વ્યક્તિએ આ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદી રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલિયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર 15 દિવસ પહેલાં તેજલ નામની યુવતી તેમના ઘર પાસે આવી હતી અને મંદિરનું સરનામું પૂછ્યા બાદ તેમનો મોબાઈલ નંબર લીધો હતો. બાદમાં ફોન કરીને કહ્યું હતું કે મારો પતિ મારી ગયો છે અને મારા ઘરમાં કોઈ નથી.

તમે મારું 7-8 લાખનું દેણું ભરી દો, તમે કહો એમ કરવા તૈયાર છું અને સંબંધ બાંધવા પણ તૈયાર છું, આવું કહીને તે યુવતીએ વીડિયો કોલમાં ટીશર્ટ કાઢી નાખી હતી અને બાદમાં ફોન કટ કરી નાખ્યો હતો.

આ પછી તેમને ફોન આવેલો કે તેજલ વિશે વાત કરવી છે, રાજકોટ ઓફિસ આવો. બાદમાં બે યુવાનો તેમના ઘરે આવ્યા અને કહ્યું કે પદ્મિનીબા આવ્યાં છે, તેમને તમારી સાથે તેજલ અંગે વાત કરવી છે, તો બેઠક ગોઠવો.

ફરિયાદીના જણાવ્યા અનુસાર, પદ્મિનીબા વાળા, તેજલ નામની યુવતી, પદ્મિનીબાનો પુત્ર અને અન્ય બે એમ 5 લોકો તેમના ઘરમાં જબરદસ્તી કરીને ઘૂસી ગયાં હતાં.

પદ્મિનીબાએ તેમના ઘરમાં ઘૂસીને પરિવારના સભ્યો સામે જોર જોરથી બૂમો પાડી ખોટા આરોપ લગાવ્યા અને કહ્યું કે તને રોડ વચ્ચે કપડાં કાઢીને મારીશ અને હર્ષ સંઘવીને કહીને તારા ઘર પર બુલડોઝર ફેરવડાવી દઈશ તેમ પણ કહ્યું હતું.

આ પણ વાંચો…પદ્મિનીબા વાળાએ લૉરેન્સને આપી ચેતવણી, કહ્યું- બેટા તું એક વાર સામે આવ, તને….

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button