ભાજપની સદસ્યતા અભિયાનમાં પણ વિપક્ષ જવાબદાર?
રાજકોટ: સમગ્ર ગુજરાતમાં જ્યારે ભારતીય જનતા પક્ષની સદસ્યતા અભિયાન ઝુંબેશ ચાલે છે ત્યારે દરેક શહેર જિલ્લા મોદી સાહેબ પાસે સારા થવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. અવનવા પેંતરાઓ અજમાવાઈ રહ્યા છે. કહેવાય છે કે રાજકોટમાં ભાજપ કાર્યકરોએ તો હવે હદ વટાવી નાખી,બહારગામથી સારવાર કરવા આવેલ દર્દીઓ બની ગયા સદસ્યતા અભિયાનો હિસ્સો.
આ પણ વાંચો: રાજકોટમાં મીઠાઇ બાદ હવે ખાદ્ય તેલ પર ફૂડ વિભાગની તવાઈ
કેમ થયું હશે આવું તો આવો જાણીએ આખી ઘટના કઈ રીતે બની હતી તો વાત કઈક આવી છે કે ગઈ તારીખ 13 ના રોજ જૂનાગઢના વતની કમલેશભાઇ ઠુમ્મર તેના આંખના મોતિયાના ઓપરેશન માટે રાજકોટના કુવાડવા રોડ પાસે આવેલ સદગુરુ રણછોડ દાસ બાપુ આંખની હોસ્પિટલ ખાતે આવ્યા હતા ત્યાર બાદ દર્દીને આંખમાં ટીપાં નાખી સારવાર શરૂ કરી દેવામાં બાદમાં રાત્રીના 11 વાગ્યે એક યુવક હોસ્પિટલ અંદર આવ્યો આ તકે હોસ્પિટલમાં અંદાજિત 300 વધારે દર્દીઓએ સારવાર લઈ રહ્યા હતા તે સમયે આ યુવક રાત્રીના સમયે દર્ડીઓન નીંદરમાંથી જગાડી સદસ્યતા અભિયાનમાં જોડાવવા માટે દર્દીઓને નામ પૂછી મોબાઈલ નંબર માંગી OTP લઈ રહ્યો હતો. ત્યારે જૂનાગઢથી આવેલ કમલેશ ઠુમ્મર નામના દર્દી દ્વારા આ યુવકનો વિડિયો બનાવી વાઇરલ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ સમગ્ર ઘટના હોસ્પિટલ સ્ટાફને સામે આવતા હોસ્પિટલ સ્ટાફ દ્વારા આ મામલે ખુલાસો આપતા જણાવ્યું હતું કે આ બનાવ આજે સવારે સામે આવ્યો છે. સાથે કોઈ બહારગામથી આવેલ દર્દીના સગા દ્વારા આ રીતે કરવામાં આવ્યું છે કે કેમ અને આ બનાવને ધ્યાને લઇ અમે હોસ્પિટલના cctv કેમેરા ચેક કરીશું અને આ વ્યતકી કોણ છે તેની તપાસ કરીશું.
આ પણ વાંચો: રાજકોટમાં 150 કરોડના ખર્ચે બનશે સિગ્નેચર બ્રિજ: તંત્રએ ટેન્ડર જાહેર કર્યું
આ સંદર્ભે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલના કર્મચારી શાંતિભાઈ વાડોલી અને પૂછતા તેઓ જણાવ્યું હતું કે ઉપરોક્ત ઘટના મને મીડિયા દ્વારા જાણવા મળી છે અને બહાર ગામના દર્દી હતા તેથી પૂર્ણ તપાસ કરી વિગતની જાણ કરીશું.
ત્યાર બાદ ઘટનાની સમગ્ર જાણ રાજકોટ ભાજપના શહેર પ્રમુખ મુકેશ દોશીને થતાં તેને પણ મીડિયા સમક્ષ ખુલાસો આપતા જણાવ્યું હતું કે આમરી પાર્ટી એક શિસ્તબધ પાર્ટી છે અને પાર્ટી દ્વારા કોઈને પણ સદસ્યતા અભિયાનમાં ટાર્ગેટ પૂરો કરવા કોઈ પ્રેશર નથી આપવામાં આવ્યું. અને ખાસ કરીને જે હોસ્પિટલમાં જઈને આવી રીતે કોઈને આ અભિયાનમાં જોડાવા એ બિલકુલ યોગ્ય બાબત નથી.સાથે આ કઈ હિત શત્રુઓ દ્વારા પાર્ટીને બદનામ કરવાનું કાવતરું નથી તે અંગે પણ તપાસ કરવામાં આવશે ત્યારે હાલ રાજકોટ ભાજપના આગેવાન દ્વારા આપવામાં આવેલ ખુલાસા બાદ ગુજરાત ભાજપનું હાઈ કમાંડ સાચે જ કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે હવે જોવું રહ્યું.