રાજકોટ

રાજકોટ સીસીટીવી કાંડમાં સાયબર ક્રાઈમે દિલ્હીથી એક આરોપીની કરી ધરપકડ

રાજકોટ: રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મહિલાઓની સારવારના અંગત સીસીટીવી વિડીયો વાયરલ કરીને પૈસા કમાવાના ગોરખધંધાના મામલે ક્રાઇમ બ્રાન્ચને વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમે દિલ્હીના એક આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી પહેલા નેટફ્લિક્સ અને હોટસ્ટારના કોન્ટેન્ટનું વેચાણ કરતો હતો બાદમાં આ કૌભાંડમાં ભાગીદાર બન્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં ‘સીસીટીવી કાંડ’નો મુદ્દો ગાજ્યો, સરકારે આપ્યો જવાબ

રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાંથી સીસીટીવી વાઈરલ કરવાના મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સાત ઓરોપીની ધરપકડ કરી છે. સાઇબર ક્રાઇમે આ મામલામાં દિલ્હીથી રોહિત સિસોદિયાની ધરપકડ કરી છે. આરોપી રોહિતે ડિપ્લોમા મેડિકલ લેબ ટેક્નિશિયનનો અભ્યાસ કરેલો છે. આ મામલે અગાઉ જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેની સાથે રોહિત સંકળાયેલો હતો. અન્ય આરોપી દ્વારા સીસીટીવી હેક કરવામાં આવાત હતા જ્યારે રોહિત તે વિડીયો ફૂટેજને ક્યુઆર કોડમાં કન્વર્ટ કરીને જુદી જુદી ટેલિગ્રામ ચેનલમાં વેચતો હતો.

આ પણ વાંચો: રાજકોટ મેટરનિટી હોસ્પિટલના સીસીટીવી કાંડમાં પોલીસ પ્રશાસનનો મોટો ખુલાસો, ત્રણ જણ પકડાયા…

સાયબર ક્રાઈમે કર્યો મોટો ખુલાસો

અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાજકોટના રૈયા સર્કલ નજીકની પાયલ મેટરનિટી હોસ્પિટલના મહિલાઓની સારવારના સીસીટીવી વાયરલ કરવાના મામલે સાયબર ક્રાઈમે મોટો ખુલાસો કર્યો હતો. આ કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓને કોર્ટમાં પોલીસે રિમાન્ડ માટે રજૂ કર્યા હતા, ત્યારે સાયબર ક્રાઇમે રજૂઆત કરી હતી કે, આરોપીઓ એક વર્ષથી ટેલીગ્રામ મારફતે ન્યૂડ વીડિયો આપ લે કરતા હોવાના સહિતના મુદ્દે તપાસ માટે રિમાન્ડની જરૂર છે.

તપાસ માટે કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની જરુર

સાયબર ક્રાઇમની રજૂઆત બાદ કોર્ટે આરોપી રાયન પરેરા અને પરિત ધામેલીયાને 3 માર્ચ સુધીના રિમાન્ડ પર સોંપ્યા હતા. ત્યારે આરોપી વૈભવ બંડુ માનેને ૨૭મી સુધી રિમાન્ડ પર સોંપવા આદેશ કર્યો હતો. સાથે જ કોર્ટે આ કેસમાં ઉંડાણપૂર્વકની તપાસ માટે કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂર પણ જણાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button