9 ઓગષ્ટથી મોરબીથી ગાંધીનગર સુધી કોંગ્રેસની ન્યાય યાત્રા : આ નેતાઓ થશે શામેલ

રાજકોટ: ગુજરાતમાં સર્જાયેલ દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય આપવા માટે આગામી 9 ઓગષ્ટથી કોંગ્રેસ ન્યાય યાત્રાનું આયોજન કરવા જઈ રહી છે. આ યાત્રા મોરબીથી ગાંધીનગર સુધીની યોજાવાની છે અને તેમ કોંગ્રેસ પક્ષના પ્રાદેશિક નેતાઓથી લઈને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના રાષ્ટ્રીય નેતાઓ જોડાઈ શકે છે. આજે કોંગ્રેસ દ્વારા આ મામલે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી.
કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં યોજાનાર ન્યાય યાત્રાનીઓ શરૂઆત 9 ઓગષ્ટના રોજ મોરબી કહતેથી શરૂ કરવામાં આવશે. મોરબીના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા મોરબીમાં ક્રાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ આ યાત્રા ટંકારા અને રતનપરથી રાજકોટ આવશે. અહી TRP ગેમઝોનના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે સંવેદના સભાનું આયોજન કરવાના છે.
રાજકોટ રાત્રિરોકાણ બાદ કોંગ્રેસની ન્યાય યાત્રા સુરેન્દ્રનગર પહોંચશે અને 15મી ઓગષ્ટના દિવસે સુરેન્દ્રનગર ખાતે મહાધ્વજવંદન કરવામાં આવશે. ત્યારબદ અમદાવાદ અને ગાંધીનગર જશે. ગુજરાત વિધાનસભા સત્ર શરૂ થાય તે દરમિયાન ન્યાય યાત્રા ગાંધીનગર ખાતે પહોંચશે.
કોંગ્રેસની ન્યાય યાત્રા દરમિયાન તેના સ્થાનિક નેતાઓ, ભગિની સંસ્થાઓ અને રાષ્ટ્રીય નેતાઓ જોડવાના છે. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, કે. સી. વેણુગોપાલ સહિતના નેતાઓ હજાર રહી શકે છે. જો કે કયા નેતા કી તારીખે ઉપસ્થિત રહેશે તે હજુ નિર્ધારિત નથી કરવામાં આવ્યું. હાલ સંસદનું સત્ર ચાલી રહ્યું હોય તેથી આ સત્ર પૂર્ણ થયા બાદ વધુ નેતાઓ જોડાય તેવી સંભાવના છે.