CBRT પદ્ધતિ રદ કરો, ફોરેસ્ટ ની ભરતી માં થયેલ અન્યાય સંદર્ભે NSUI મેદાને
રાજકોટ: સમગ્ર ગુજરાતમાં ચર્ચા ના કેન્દ્રમાં હાલ CRBT પદ્ધતિ અને ફોરેસ્ટ ની ભરતીમાં થયેલ અન્યાય બાબતે થતું આંદોલન મુખ્ય છે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંકુલની જમીન પ્રાઇવેટ બિલ્ડરને વેચવાનો મુદ્દો ગરમાયો: NSUI નો નવતર વિરોધ
આજરોજ રાજકોટ કલેક્ટર ઓફિસ ખાતે ગુજરાત NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી ની આગેવાનીમાં CBRT પધ્ધતી રદ કરવા અને ફોરેસ્ટની ભરતીમા થયેલા વિદ્યાર્થીઓ ને અન્યાય બાબતે ગુજરાત NSUI દ્વારા આજ રોજ રાજકોટ કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવામા આવ્યો હતો.
ગુજરાતી NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી ગુજરાત કોંગ્રેસના મહામંત્રી પ્રદિપસિંહ ડોડીયા ગુજરાત કોંગ્રેસના મંત્રી રવિભાઈ જીતીયા રાજકોટના પ્રમુખ બ્રીજરાજ સિંહ રાણા આર્યન કનેરીયા વિશ્વ રાઠોડ જાહલ ખત્રી 15 થી વધારે ના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: NEET પરીક્ષામાં ગેરરીતિના લઈને વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા, ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કારકિર્દી પર જોખમ નહિ
સરકારને હાલ જુદા જુદા પ્રશ્નો એ જુદા જુદા રાજકીય સંગઠનો અને પીડિત લોકો અનેક પ્રશ્નો એ ઘેરી રહ્યા છે. ભાજપની રાજકીય મુશ્કેલીઓ વધતી જાય છે.