રાજકોટ

રાજકોટમાં આ કારણે ધડાધડ નોનવેજ ફૂડના હૉર્ડિગ્સ હટાવાયા

રાજકોટઃ એડવર્ટાઈઝમેન્ટ દ્વારા દરેક મહાનગરપાલિકા લાખોની કમાણી કરે છે. બસસ્ટોપ, જાહેર રસ્તાઓ પર વિવિધ જગ્યાએ હૉર્ડિગ્સ લગાવવામાં આવે છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ નોનવેજ ફૂડની જાહેરાતોના હૉર્ડિગ્સ હટાવવાનો આદેશ આપ્યો છે.

મળતી માહિતી અનુસાર બસસ્ટોપ પર લાગેલા આવી જાહેરખબરો વિરુદ્ધ અમુક નાગરિકોએ ફરિયાદ કરતા પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે એસ્ટેટ વિભાગને આ હટાવી લેવા જણાવ્યું હતું અને જિલ્લા પંચાયત ચોકમાંથી હૉર્ડિગ્સ ઉતારવાની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રમાણે શહેરમાં કાર્યવાહી કરવામાં આવશે તેમ ચેરમેન જણાવ્યું હતુ.

આ પણ વાંચો: પહેલગામ આતંકી હુમલાના પડઘા ગુજરાતમાં પડ્યા: અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યમાં ઉગ્ર વિરોધ…

શહેરના વિવિધ વિસ્તારોમાં જે સાઈટ્સ હોય ત્યાં જાહેરાતો માટે પાલિકા પાસેથી પરવાનગી લેવામાં આવતી હોય છે. આ પરવાનગી બાદ તેઓ જે તે પ્રોડેક્ટની જાહેરાતો મૂકતા હોય છે. શહેરમાં અમુક બસસ્ટોપ પર નોનવેજ ફૂડની જાહેરાત મૂકવામાં આવતા અમુક નાગરિકોએ વિરોધ નોંધાવ્યો હોવાથી પાલિકાએ આ નિર્ણય લીધો હતો. આ જાહેરાત મૂકનાર એજન્સીને પણ નોટિસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: રાજકોટમાં આકરી ગરમીની અસર વર્તાઇ, બીઆરટીએસની 22 બસોમાં સેન્સર ખોરવાતા મુસાફરો પરેશાન

આ સાથે જ શહેરભરમાં અલગ-અલગ એજન્સીઓ દ્વારા લગાવવામાં આવેલા હૉર્ડિગ્સ પૈકી નોનવેજની જાહેરાતો હોય તેવા તમામ હૉર્ડિગ્સ દૂર કરવાની સૂચના ચેરમેન દ્વારા આપવામાં આવી છે. જે અંતર્ગત એસ્ટેટ વિભાગે કાર્યવાહી પણ શરૂ કરી દીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button