ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ રાખવાથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ન મળે
રાજકોટ: હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ઇન્ટરનેશનલ ફલાઇટ શરૂ ન થવા અંગે ભાજપના સાંસદ રાજીવપ્રતાપ રૂડીનું મોટું નિવેદન
એરપોર્ટનું નામ ઇન્ટરનેશનલ હોય એટલે એનો મતલબ એવો નથી કે આંતરરાષ્ટ્રીય ફલાઇટ શરૂ જ થાય .
પટનાનું જયપ્રકાશ નારાયણ ઇન્ટરનેશનલ એરપોર્ટ ૧૭ વર્ષથી છે અને અત્યાર સુધી ત્યાં આંતરરાષ્ટ્રીય ફલાઇટ મળી નથી.
યુક્રેન અને રશિયાના યુદ્ધ બાદ વિમાની કંપનીઓમાં મુશ્કેલીઓ વધી છે. એક સમયે 14 એરલાઇન કાર્યરત હતી જેમાંથી અત્યારે ચાર એરલાઇન કાર્યરત છે.
અનેક એરલાઇન્સે તેની વિમાનોની સંખ્યા ઘટાડી દીધી છે.
જેના કારણે ફલાઇટમાં ઘટાડો થયો છે,
એરલાઇન્સ ડિમાન્ડ અને સપ્લાઇ પર આધારીત હોય છે જેથી સમયાંતરે ફલાઇટ શરૂ થશે.
રૂડી સાહેબને કદાચ ખ્યાલ નથી કે વિશ્વમાં સૌથી વધારે ઘુમતી પ્રજાતિ ગુજરાતી છે. એટલે ડિમાન્ડ તો છે પરંતુ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જણાવ્યા મુજબ ટેકનીકલી શક્ય નથી કે અંગે કેન્દ્ર સરકારે જોવાનું રહે.
અને જો ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થવાની ના હોય તો રાજકોટનું જૂનું એરપોર્ટ ફરી કાર્યરત કરવું જોઈએ.
જેથી કરી અને લોકોના સમય અને નાણાં મા બચત થઈ શકે.