‘મુંબઈ સમાચાર’ નૉટઆઉટ@200: રાજકોટમાં ડોક્યુમેન્ટરીનું સ્ક્રિનિંગ
મુંબઈ સમાચારે શહેરના સેવાભાવીઓનું કર્યુ સન્માન

રાજકોટઃ 204 વર્ષથી અવિરત પ્રકાશિત થઈ રહેલા ગુજરાતી અખબાર ‘મુંબઈ સમાચાર’ની ડોક્યુમેન્ટરી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ દર્શાવામાં આવી છે. આ ડોક્યુમેન્ટરીના પ્રોમોનું અનાવરણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ હતું અને ડોક્યુમેન્ટરીનું અનાવરણ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કર્યું હતું. એશિયાના સૌથી જૂના અખબારના જાજરમાન ઈતિહાસની સફરની આ ડોક્યુમેન્ટરીનું સ્ક્રિનિંગ રાજકોટ ખાતે શનિવારે રાત્રે યોજવામાં આવ્યું હતું, જેનો લાભ પ્રતિષ્ઠિત અને પ્રબુદ્ધ નાગરિકોએ લીધો હતો.
વિશ્વવિખ્યાત હાસ્ય કલાકાર અને લોકસાહિત્યકાર સાઈરામ દવે, હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમા, તરુણ કાટબામણા, હિરેન ત્રિવેદી, કાર્ટૂનિસ્ટ હેમંત વીરડા, હર્ષલ માંકડ, ઉપરાંત કેમેસ્ટર એસોસિયેશન અને ફાર્મસી કાઉન્સિલના અગ્રણી સત્યેન પટેલ, મોહિત બુચની હાજરીથી કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો.

આ પણ વાંચો: ‘મુંબઈ સમાચાર’ની નોખી-અનોખી પહેલઃ પ. પૂ. રમેશભાઈ ઓઝાના આશીર્વાદ સાથે સૌ પ્રથમ ભાષા-ભાગવતનું આયોજન…
આ કાર્યક્રમમાં સર્વ પક્ષીય બેઠક હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના શહેર પ્રમુખ માધવ દવે, રાજકોટ કોર્પોરેશનના મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, કોર્પોરેશનના દંડક મનીષ રાડીયા, પૂર્વ શહેર પ્રમુખ ભાજપ મુકેશ દોશી, સૌરાષ્ટ્રના પ્રવક્તા રાજુ ધ્રુવ, શહેર ભાજપના કારોબારી મેમ્બર, આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રના પ્રવક્તા શિવલાલ બારસિયા, આપ (આમ આદમી પાર્ટી)ના શહેર પ્રમુખ દિનેશ જોષી, શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર રાજદીપસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ અતુલ રાજાણી, કોંગ્રેસી અગ્રણી જશવંત સિંહ ભટ્ટી સંજય લાખાણી, કૃષ્ણદત્ત રાવલ,એડવોકેટ અનિલ દેસાઈ, એડવોકેટ મહર્ષિ પંડ્યા, અરવિંદ મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટના ચેરમેન કલ્પક મણિયાર, મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, સેવાભાવી સંસ્થા અરહમ ગ્રુપ પણ હાજર રહ્યા હતા.
સામાજિક આગેવાનો અજયભાઈ જોષી, અલકાબેન વોરા, મોટિવેશનલ સ્પીકર ભરત દુદકીયા, ફુલછાબના પુર્વ તંત્રી કૌશિક મહેતા, હેડલાઇનના તંત્રી જગદીશ મહેતા, હેડલાઈનના સંચાલક પાઠકજી, બ્રહ્મ સમાજ અગ્રણી સુધીર મહેતા ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: મુંબઈ સમાચાર: ગુજરાતી પત્રકારત્વનો 203 વર્ષનો અખબારી ઇતિહાસ, વિશ્વસનીયતાની અડીખમ ગાથા!
સૌરાષ્ટ્રના બ્યુરો ચીફ મિલન ત્રિવેદીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને મુંબઈ સમાચારના બાહોશ તંત્રી નીલેશ દવેએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દીપ પ્રાગટ્યથી શરૂ થઈ અને મુંબઈ સમાચાર પરિવારમાં તાજેતરમાં જોડાયેલા જૈન અગ્રણી મિલન કોઠારીએ આભાર દર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેજસ સિસાંગિયાએ સુંદર રીતે કર્યું હતું. આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના જુદા જુદા મુખ્ય શહેરોમાં મુંબઈ સમાચારનો ઇતિહાસ દર્શાવતી ફિલ્મનું સ્ક્રિનિંગ કરવામાં આવશે.

મુંબઈ સમાચારે નવાઝ્યા આ મહાનુભાવોને
પોતપોતાના ક્ષેત્રમાં આગવી ભૂમિકા ભજવી ઘણા સેવાભાવીઓ સમાજને વિશેષ યોગદાન આપે છે. આવા સેવાભાવીઓનું સન્માન કરવાનું, તેમના કામની કદર કરવાનું મુંબઈ સમાચાર ક્યારેય ચૂકતું નથી. રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અલગ અલગ ક્ષેત્રોમાં સેવાની જ્યોત જલાવતા મહાનુભાવોનું ટ્રોફી, સર્ટિફિકેટ અને મુંબઈ સમાચાર પ્રિન્ટવાળી ઘડિયાળથી સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની યાદી આ પ્રમાણે છે.

(1) રાજદીપસિંહ જાડેજા
Iconic personality award
(2) તીર્થરાજસિંહ ગોહિલ
Dedicated personality award
(3) જયેશભાઇ ઉપાધ્યાય
Social services iconic award
(4) કલ્પકભાઈ મણિયાર
Social services iconic personality award
(5) મયુરસિંહ જાડેજા
Youth icon award
(6) હિરેનભાઈ ઘેલાણી
Youth motivation iconic award
(7) ડો. વસાવડા પરિવાર
Dhanvantari award
(8) વિજય વાંક
“Gau Premi” social services iconic award
(9) જયેશ શાહ સોનમ
Women empowerment iconic award
(10) અર્હમ ગ્રુપ
Religious organisation award
(11) સ્વ. વિજય રૂપાણી
Legendary personality iconic award