રાજકોટ-જેતપુર હાઇવે પર ટોલનાકું બંધ કરવા આંદોલનના મંડાણ; આ કારણે ઉઠી માંગ

રાજકોટ: રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર જેતપુર નજીક પીઠડીયા ટોલનાકું બંધ કરવા માંગ ઉઠી છે. રાજકોટથી જેતપુર સુધીના અંતરમાં જ બે ટોલનાકા હોય અને હાલ સિક્સ લેન હાઇવેની કામગિરી ચાલુ રહે ત્યાં સુધી ભરુડી અને પીઠડીયા ટોલનાકામાંથી કોઇ એકને બંધ રાખવાની માંગ સાથે આંદોલનના મંડાણ થયા છે.
બે ટોલનાકા
પ્રાપ્ત વિગતો અનુસાર હાલ જેતપુર-રાજકોટ નેશનલ હાઇવેના સિક્સલેનની કામગીરી ચાલી રહી છે. જેના કારણે જેતપુરથી લઈને ગોંડલ અને રાજકોટ જતા મુસાફરો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડાયવર્ઝન, ખોડલધામ જંકશન, ગોમટા જંકશન પર ટ્રાફિક સહિતની સમસ્યાઓ છે. જો કે તેમ છતાં પીઠડીયા અને ભરૂડી-ભુણાવા ટોલનાકા પર મુસાફરોને ટોલટેક્સ આપવો પડે છે.
આ પણ વાંચો: Gujarat ના જેતપુરમાંથી ઝડપાયો નકલી Panner નો જથ્થો
60 કિમીના અંતરમાં બે ટોલ નાકા
જો કે હવે રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પર ૬૦ કિમીના જ અંતરમાં આવેલા બે ટોલ નાકામાંથી એક ટોલનાકાને બંધ કરાવવા અને સિકસ લેનની કામગિરી ચાલુ રહે ત્યાં સુધી વાહનોનો ટોલ બંધ રાખવાની માંગણી સાથે ઉપવાસ આંદોલનશરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગોંડલના ઉમવાડા ચોકડીએ તારીખ ૨૫ ફેબ્રુઆરીથી બે મુદતી ઉપવાસ આંદોલનની ચીમકી આપવામાં આવી છે. આ અંગે જીલ્લા કલેકટરને પણ આવેદનપત્ર પાઠવવામા આવ્યું છે.
સંસદમાં શું કહ્યું હતું મંત્રાલયે?
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પર ગોંડલ નજીક ભરૂડી અને ભુણાવા અને જેતપુર નજીક પીઠડીયા ટોલનાકાઓ 60 જ કિ.મી.ના અંતરમાં આવ્યા હોય અને ત્યાં ઉઘરાવવામાં આવતા તગડા ટોલટેક્સ સામે લોકોમાં પહેલેથી જ ખૂબ રોષ છે. થોડા વર્ષો પૂર્વે જ લોકસભામાં ૬૦ કિમીના અંતરમાં ટોલટેક્સ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં વાહન વ્યવહાર મંત્રાલયે જણાવ્યું હતું કે કે નેશનલ હાઈવે ફીઝ રૂલ્સ- 2008 મૂજબ 60 કિ.મી.માં ટોલપ્લાઝા નહીં રાખવા કોઈ જોગવાઈ નથી.