રાજકોટ સિવિલ ફરી વિવાદમાં: ગાયિકા મીરા આહિરના ભાઈને ઇમરજન્સીમાં દાખલ ન કરાતા હોબાળો

રાજકોટઃ રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી હતી. ગુજરાતી ગાયિકા મીરા આહિરના ભાઈને ઈમરજન્સીમાં 50 મિનિટ સુધી દાખલ કરવામાં આવ્યો નહોતો. ફાઈલ છુટ્ટો ઘા કર્યો હોવાનો ચોંકાવનારો આરોપ કર્યો છે.
મીરા આહિરે સમગ્ર ઘટનાને લઈને અને તંત્ર પાસે જવાબ માગતા બનાવેલા વીડિયોમાં જણાવ્યું છે કે, તેઓ તેમના ભાઈને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ઇમરજન્સી વિભાગમાં 45થી 50 મિનિટ સુધી રાહ જોયા છતાં કોઈ પણ સ્ટાફ દ્વારા તેમના ભાઈનો કેસ લખવામાં આવ્યો નહોતો. આટલું જ નહીં, મીરા આહિરે ઇમરજન્સી વિભાગમાં ફરજ પર હાજર ડોક્ટર અને સ્ટાફ પર ગેરવર્તન કરવાનો અને અભદ્ર ભાષાના ઉપયોગનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો: “માનવતાની મિશાલ” રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૧૫ વર્ષથી ગુમ પિતા-પુત્રનું થયું અણધાર્યું મિલન…
હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેમને નથી દાખલ કરવો, તારાથી જે થાય એ કરી લે જેવા અયોગ્ય શબ્દો પણ કહેવામાં આવ્યા હતા. આ ઘટનાથી વ્યથિત થઈને મીરા આહિરે સોશિયલ મીડિયા પર વીડિયો દ્વારા સિવિલ હોસ્પિટલ પાસે આ મામલે સ્પષ્ટતા અને જવાબ માગ્યો છે. તેમણે સિવિલ તંત્રની બેદરકારી અને દર્દીઓ પ્રત્યેના અસંવેદનશીલ વલણ સામે પણ અવાજ ઉઠાવ્યો છે.
આ ઘટના બાદ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી હતી. થોડા મહિના પહેલા જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ પણ રાજકોટ સિવિલ પર સવાલ ઉઠાવ્યાં હતા