રાજકોટ

દારૂની હેરાફેરીનો નવો કીમિયો: ઇન્ડેન ગેસના ટેંકરમાંથી ઝડપાયો 52.80 લાખનો દારૂ

રાજકોટ: રાજકોટમાં વધુ એકવાર નવો કીમિયો અપનાવીને દારૂની હેરાફેરી કરનારાઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રાજકોટથી અમદાવાદ નેશનલ હાઈવે પર હીરાસર એરપોર્ટ નજીક ઇન્ડેન ગેસના ટેંકરમાં સંતાડેલ 10,560 દારૂની બોટલો સાથે 52.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે એક ટેન્કર સહિત કુલ 82.85 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ તરફથી આવી રહેલ એક ટેન્કરમાં દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી જેના પગલે હીરાસર નજીક વોચ ગોઠવી હતી. ચોટીલા તરફથી ઇન્ડિયન ઓઇલના માર્કા વાળું ટેન્કર આવતા તેની તપાસ કરી હતી. આ દરમિયાન નંબર પ્લેટ ખોટી હોવાનું માલૂમ પડ્યું હતું અને ચાલકની પૂછપરછ કરતાં તે રાજસ્થાનનો હોવાનું જણાવ્યું હતું.

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ટેન્કરની તલાશી લેતા તેમાં છુપાવેલો રૂ. 52.80 લાખની કિંમતનો 10,560 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને પુછપરછમાં જાણવા મળ્યું કે, આ ઈન્ડિયન ગેસના ટેન્કરમાં રાજસ્થાનના સપ્લાયરે હરિયાણાથી દારૂનો જથ્થો મોકલ્યો હતો અને આગરા હાઈવે પર મહેન્દ્રકુમારને ચાવી આપી રાજકોટ તરફ આ ટેન્કર રવાના કરવામાં આવ્યું હતું. જો કે રાજકોટમાં આ ટેન્કરમાંથી દારૂનું કટીંગ થાય તે પૂર્વે જ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો.

Show More

Related Articles

Back to top button
આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે? શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ?