રાજકોટ

સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં વકીલોએ ભાજપ સમર્થિત પેનલને જાકારો આપ્યો

રાજકોટઃ વકીલોની પ્રતિષ્ઠિત સંસ્થા રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી ગઈકાલે યોજાઈ હતી. જેમાં ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલ અને આરબીએ પેનલ વચ્ચે ચૂંટણી જંગ લડાયો હતો. જેમાં આરબીએ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર, સેક્રેટરી પદના ઉમેદવાર, જોઈન્ટ સેક્રેટરી પદના ઉમેદવાર, લાયબ્રેરી સેક્રેટરી પદના ઉમેદવાર, ટ્રેઝરર પદના ઉમેદવાર, બે મહિલા કારોબારી પદના ઉમેદવાર અને 6 સામાન્ય કારોબારી પદના ઉમેદવાર જંગી મતોથી વિજેતા થયા હતા.

ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલનો કોણે કર્યો હતો પ્રચાર

જ્યારે સમરસ પેનલના મોટા ભાગના ઉમેદવારોનો કારમો પરાજય થયો હતો. સમરસ પેનલ રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ પ્રેરિત હતી. તેનું માર્ગદર્શન પણ ભાજપ લીગલ સેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલના સમર્થનમાં ભાજપના ધારાસભ્યો, રાજ્ય સભાના સાંસદો પણ આવ્યા હતા અને સમરસ પેનલના કાર્યાલયે આવી સમરસ પેનલને મત આપવા પ્રચાર રૂપી ભાષણ પણ કર્યું હતું.

કોંગ્રેસના લીગલ સેલ ચેરમેને શું કહ્યું

જોકે ભાજપ લીગલ સેલ પ્રેરિત પેનલને રાજકોટના પ્રબુદ્ધ વકીલ મતદારોએ જાકારો આપી દીધો છે અને વકીલ હિતમાં તટસ્થ રહી કામ કરતા આરબીએ પેનલના ઉમેદવારોને ચૂંટી કાઢ્યા છે. તેમ પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલ ચેરમેન મેઘરાજસિંહ ચુડાસમાએ નિવેદન આપતાં જણાવ્યું હતું.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button