સહકારી ક્ષેત્રે ‘રાદડિયા’નો દબદબો! સંઘની ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારો બિનફરીફ ચૂંટાયા…

રાજકોટ: રાજકોટ જિલ્લા સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનો દબદબો યથાવત રહ્યો છે. રાજકોટ જિલ્લા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીમાં તમામ ડિરેક્ટર બિનહરીફ જાહેર થયા છે. રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની 5 વર્ષની ટર્મ પૂર્ણ થયા બાદ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી) પ્રેરિત પેનલના 19 ઉમેદવાર બિન હરીફ ચૂંટાયા છે. સંઘના 12 પ્રતિનિધિ અને મંડળીના 7 પ્રતિનિધિ બિનહરીફ થયા છે.
Also read : ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસ, આમ આદમી પાર્ટીએ કર્યું વોકઆઉટ
ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટમાં રાજકોટ જિલ્લા સહકારી ક્ષેત્રમાં ફરી એક વખત જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાનું વર્ચસ્વ યથાવત રહ્યું છે. રાજકોટ જિલ્લા ખરીદ-વેચાણ સહકારી સંઘની કુલ 19 બેઠકની તબકકાવાર ચૂંટણી યોજાઇ હતી, જેમાં મંડળીઓના 7 પ્રતિનિધિઓની ચૂંટણીમાં રાદડીયા જૂથના સાતે ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા તેમજ સંઘ પ્રતિનિધિ વિભાગ અને ઇતર વિભાગની 12 બેઠકની ચૂંટણીમાં પણ તમામ ઉમેદવાર બિનહરિફ ચૂંટાયા હતા.
Also read : નગરપાલિકામાં પ્રમુખની પસંદગી કરવા ભાજપ દ્વારા નિરીક્ષકોની વરણી કરવામાં આવી, જુનાગઢને મળશે મેયર
પ્રમુખોની ચૂંટણીની જાહેરાત માર્ચ મહિનામાં
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા ખરીદ વેચાણ સંઘની 19 બેઠકમાં તમામ ડિરેક્ટર બિનહરીફ જાહેર થયા છે. જ્યારે હવે પ્રમુખોની ચૂંટણી યોજવામાં આવશે. રાજકોટ જિલ્લા સંઘમાંથી 7 અને મોરબી જિલ્લા સંઘમાંથી 3 ઉમેદવારને ડિરેક્ટરમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે હવે પ્રમુખોની ચૂંટણીની જાહેરાત માર્ચ મહિનામાં કરવામાં આવે તેવી સંભાવના છે. જિલ્લા ખરીદ-વેચાણ સહકારી સંઘના બોર્ડમાં બે જિલ્લા સહકારી બેંકના તથા બે કો ઓપ્ટ સભ્યો મળી કુલ 23 સભ્યનું બોર્ડ બનશે.