રાજકોટ
સામાન્ય પ્રજાના પ્રશ્નને આટલી જાગૃતતા ક્યારે આવશે?
ભાજપના કાર્યકર્તાઓની કાર ડિટેઇન કરવાનો મુદ્દો

રાજકોટ– આજરોજ પત્રકારો સાથે વાત કરતા ધારાસભ્ય દર્શિતા શાહનું નિવેદન સામે આવ્યું છે. તેમના કહેવા મુજબ અમારા કાર્યકર્તાઓની કાર ગઈકાલે અમારા ભાજપના એક કાર્યક્રમ દરમિયાન ડીસીપી પૂજા યાદવ અને તેની ટીમ દ્વારા ગઇકાલે ડિટેઇન કરાઇ હતી.
પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું મેં પોલીસ વિભાગનું માર્ગદર્શન માંગવા માટે ડીસીપીને ફોન કર્યો હતો.
પોલીસના કહેવા પ્રમાણે જ અમે આરસી બુક જમા કરાવીને કારને છોડાવી છે.
પત્રકારોના એક પ્રશ્ન મુજબ જે કાંઈ નંબર પ્લેટ વગરની અને કાળા કાચ વાળી ગાડી હતી તે યોગ્ય કહેવાય કે નહીં તે પ્રશ્નને ધારાસભ્ય દર્શિતાબેન શાહએ સિફત થી ઉડાવી દીધો હતો.
લોકોમાં ચર્ચા શરૂ થઈ છે કે બક્ષીપંચના આ ઉપાધ્યક્ષ નીકાળ માટે જેટલો રસ લીધો એટલો લોકોના પ્રશ્નમાં જો અંગત રસ લેવામાં આવે તો શહેરમાં કોઈ સમસ્યા જ ન રહે.