"તું તારી" થી વાત: રાજકોટ ભાજપમાં આંતરિક ડખો: મેયર-ધારાસભ્ય આમને-સામને! | મુંબઈ સમાચાર
રાજકોટ

“તું તારી” થી વાત: રાજકોટ ભાજપમાં આંતરિક ડખો: મેયર-ધારાસભ્ય આમને-સામને!

રાજકોટ: સામાન્ય રીતે ભાજપની ઓળખ શિસ્તબદ્ધ પાર્ટી તરીકેની છે પરંતુ ઘણા બનાવોમાં ભાજપના આંતરિક ડખાના બનાવોમાં આ શિસ્ત નો ભંગ થયાના અનેક બનાવો પ્રકાશમાં આવી ચૂક્યા છે. ત્યારે હવે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ભાજપનો આંતરિક ડખો ફરી એક વખત બહાર આવ્યો હતો. રાજકોટ મહાનગર પાલિકાના મેયર નયનાબેન પેઢડિયા અને રાજકોટ દક્ષિણના ધારાસભ્ય દર્શિતાબેન શાહ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. બંને વચ્ચે કાર્નિવલમાં નામ લખવા અંગે બોલાચાલી થઈ હતી.

મળતી વિગતો અનુસાર રાજકોટમાં ભાજપનો આંતરિક ડખો ફરી એક વખત બહાર આવ્યો હતો. મેયર નયનાબેન પેઢડિયા અને ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. બંને વચ્ચે કાર્નિવલમાં નામ લખવા અંગે બોલાચાલી થઈ હતી. મેયરે દાવો કર્યો હતો કે, કાર્નિવલમાં આમંત્રણમાં ધારાસભ્ય દર્શિતા શાહે માત્ર પોતાનું નામ લખવા કહ્યું હતું. તેમણે અન્ય ધારાસભ્યોના નામ નહીં લખવા કહ્યું હતું. ધારાસભ્ય દર્શિતા શાહે મારી સાથે તું તારી કરીને વાત કરી હતી. રાજકોટ કાર્નિવલ આખા શહેરનો છે પણ ધારાસભ્યએ જીદ કરી હતી.

જો કે ફોનમાં કોઇ બોલાચાલી થઈ હોવાની વાતને ધારાસભ્ય દર્શિતા શાહે નકારી કાઢી હતી. મીડિયા સમક્ષ તેમણે કહ્યું હતું કે કોઈ વાદ વિવાદ નથી. તો મેયરે અંતે આખી ઘટનાને હળવાશથી લઈને કહ્યું હતું કે, “ઘર હોય ત્યાં વાસણ ખખડે.” તો બીજી તરફ શહેર ભાજપ પ્રમુખે પણ વિવાદને નકારી કાઢ્યો હતો.

આ પણ વાંચો…સુરત ભાજપના કાર્યાલયમાં ‘મારામારી’નો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો: પોલીસ ફરિયાદ થઈ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button