આ કારણે દોઢ વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નવી લાઇબ્રેરીનું લોકાર્પણ અટક્યું

રાજકોટ: ગુજરાત સરકાર દ્વારા રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ૨૪ કલાક કલાક ખુલ્લી રહેનારી આધુનિક લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાત કરોડના ખર્ચે નિર્માણ પામેલી આધુનિક લાઇબ્રેરીનું લોકાર્પણ અટકી પડ્યું છે, આ લોકાર્પણ અટકી પડવાનું કારણ છે કે ફાયર એનઓસીનો અભાવ.
મળતી વિગતો અનુસાર, વર્ષ ૨૦૨૧માં વર્ક ઓર્ડર અપાયા બાદ કોરોનાની સ્થિતિના કારણે મજૂરો આવી શક્યા નહોતા અને કામ અટકી પડ્યું હતું. જો કે બાદમાં સ્થિતિ સામાન્ય થતાં જ કામ આગળ વધ્યું હતું અને આજથી દોઢેક વર્ષ પહેલા જ લાઇબ્રેરીની બિલ્ડિંગનું કામ પૂર્ણ થઈ ગયું હતું. બિલ્ડિંગનું કામ પૂર્ણ થયાને દોઢેક વર્ષ થવા આવું હોવા છતાં હજુ લોકાર્પણ કરવામાં આવ્યું નથી. એનઓસીના અભાવના કારણે લાઇબ્રેરીનું લોકાર્પણ અટકી પડતાં તૈયાર થયેલી લાઇબ્રેરીનો લાભ વિદ્યાર્થીઓને નથી મળી રહ્યો.
આ અંગે યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું કે, “સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષો જૂની લાઇબ્રેરી આવેલી હી, રાજ્ય સરકારે ૭ કરોડના ખર્ચે આધુનિક લાઇબ્રેરીના બાંધકામની મંજૂરી આપી હતી. જો કે જે સમયે આ ઇમારતના કામને મંજૂરી આપવામાં આવી ત્યારે ફરજિયાત ફાયર એનઓસી લેવાની કોઈ જોગવાઈ નહોતી પરંતુ હાલ ફાયર એનઓસી ફરજિયાત હોવાથી તે બાકી હોવાથી લાઇબ્રેરીનું લોકાર્પણ થઈ શક્યું નથી.
આપણ વાંચો: પોતાને ભગવાન વિષ્ણુનો કલ્કિ અવતાર ગણાવતા રાજકોટના રમેશચંદ્ર ફેફરે આપઘાત કર્યો